રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના મંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ફરી એકવાર શ્રદ્ધાળુઓ તરફથી આસ્થાનો વરસાદ જોવા મળ્યો. મંદિરના માસિક તિજોરીની ગણતરીના સાતમા અને અંતિમ ચરણની ગણતરી બાદ કરોડો રૂપિયાનું દાન સામે આવ્યું. મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વખતે તિજોરીમાંથી 36 કરોડ 57 લાખ 87 હજાર 642 રૂપિયા મળ્યા.સાથે જ શ્રદ્ધાળુઓએ મોટી માત્રામાં સોના અને ચાંદીનું પણ દાન કર્યું. ગણતરી દરમિયાન, 2 કિલો 967 ગ્રામ 480 મિલિગ્રામ સોનું અને 152 કિલો 609 ગ્રામ ચાંદી પણ ભેંટ તરીકે પ્રાપ્ત થયું છે, જેથી કુલ દાનની સંખ્યા 46 કરોડ 58 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ. ચાલો જાણીએ કે આ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે અને વ્યાપારી સમુદાય શા માટે તેમનામાં ઊંડી આસ્થા ધરાવે છે.
46 કરોડ રૂપિયા, 3 કિલો સોનું, 152 કિલો ચાંદી. સાંવલિયા સેઠ મંદિરમાં તૂટ્યો દાનનો રેકોર્ડ, જાણો મંદિરની મહિમા
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના મંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ફરી એકવાર શ્રદ્ધાળુઓ તરફથી આસ્થાનો વરસાદ જોવા મળ્યો. મંદિરના માસિક તિજોરીની ગણતરીના સાતમા અને અંતિમ ચરણની ગણતરી બાદ કરોડો રૂપિયાનું દાન સામે આવ્યું. મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વખતે તિજોરીમાંથી 36 કરોડ 57 લાખ 87 હજાર 642 રૂપિયા મળ્યા.
આ ઉપરાંત, મંદિર વહીવટીતંત્રએ જણાવ્યું કે, દાન ખંડમાં અને ઓનલાઈન દાન દ્વારા 10 કરોડ 45 હજાર 282 રૂપિયા પ્રાપ્ત થયા છે.
સાથે જ શ્રદ્ધાળુઓએ મોટી માત્રામાં સોના અને ચાંદીનું પણ દાન કર્યું. ગણતરી દરમિયાન, 2 કિલો 967 ગ્રામ 480 મિલિગ્રામ સોનું અને 152 કિલો 609 ગ્રામ ચાંદી પણ ભેંટ તરીકે પ્રાપ્ત થયું છે, જેથી કુલ દાનની સંખ્યા 46 કરોડ 58 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ. ચાલો જાણીએ કે આ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે અને વ્યાપારી સમુદાય શા માટે તેમનામાં ઊંડી આસ્થા ધરાવે છે.
કયા ભગવાનનું મંદિર છે સાંવલિયા શેઠ?
સાંવલિયા શેઠ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. અહીં સ્થાપિત કૃષ્ણની મૂર્તિ શ્યામ રંગની છે, એટલે શ્રદ્ધાળુઓ તેમને પ્રેમથી સાંવલિયા શેઠ કહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અહીં પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને સંપત્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
સાંવલિયા શેઠ મંદિર કેવી રીતે બન્યું?
લોકવાયકા અનુસાર, 1840માં,ભોલારામ ગુર્જર નામના ગોવાળિયાએ સપનામાં ભગવાન કૃષ્ણનું સાંવલિયા સ્વરૂપના દર્શન કર્યા હતા. ભગવાને તેમને કહ્યું કે, તેઓ બાગુંડ ગામમાં એક જગ્યાએ જમીન નીચે દબાયેલા છે. ભોલારામે આ વાત ગ્રામજનોને કહી. જ્યારે આ સ્થળે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ભગવાન કૃષ્ણની 3 ખૂબ જ સુંદર અને મનમોહક મૂર્તિઓ મળી આવી. એવું કહેવામાં આવે છે કે 3 મૂર્તિઓમાંથી એક મંડફિયા ગામમાં સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાંઆ જ સ્થળે એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું, જે આજે સાંવલિયા સેઠ મંદિર તરીકે ઓળખાય છે.


