ગુજરાતનું પાટનગર કહેવાતું એવું GJ-18 ન્યૂ ની હાલત ભારે કફોડી છે. મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી ગયાં છે અને ગંદકીથી ખદબદી રહ્યું છે. ત્યારે મચ્છરોનો ત્રાસ પણ નવી સાઈટો ચાલુ હોવાથી એટલો વધી ગયો છે કે ન્યૂGJ-18 માં ૧ મહિનામાં આશરે ૫૦૦ થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા છે ત્યારે હમણા કલેકટરે કડક કાર્યવાહી કરવા જે આદેશો આપ્યા છે તેમાં જે બિલ્ડરની કન્સટ્રકશન સાઇડ ઉપર મચ્છરોનાં પોરા મળે તો કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. ત્યારેGJ-18 નાં અનેક ફ્લેટો, સોસાયટીના બિલ્ડરો દ્વારા જંગલખાતાની જગ્યામાં ગટર પાઇપલાઇનો બહાર નાખી દેતા જાહેરમાં ગટરના પાણી નદીની જેમ ઉભરાઈ રહ્યા છે. ત્યારે રોડ, રસ્તાઓ બિલકુલ તૂટી ગયા છે. ઘણી જગ્યાએ તો રોડ જ દેખાતો નથી.ત્યારે, કોન્ટ્રાકટર દ્વારા કામમાં લાપરવાહી ઉજાગર થયેલી જણાય છે.
હજૂ વરસાદની ઋતુ આવી નથી અને GJ-18એવા ન્યૂ વિસ્તારોમાં માંડ ૪ ઇંચ જેટલો આખા વર્ષનો વરસાદ પડ્યો છે. ત્યારે એક જ દિવસમાં ૫ ઇંચ વરસાદ ખાબકે તો શું થાય? કારણકે, તમામ રોડ રસ્તા પર ગાબડાં અને ખાડા પડી ગયા છે. જ્યારે વરસાદ આવે ત્યારે આ ગાબડાં વધુ ઊંડા થતાં હોય છે. તમામ ફ્લેટો અને મકાનોની બહાર નીકળતા રહીશોને કાદવ કીચડનો પહેલો સામનો કરવો પડે છે. ત્યારે,GJ-18 ખાતે હાલ ધમધમાટ કન્સટ્રકશન સાઈડો ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકામા સમાવિષ્ટ ગામોની હાલત તો બદતર બનતી જાય છે. કારણકે, રોડ રસ્તા રીપેરીંગની વાત તો દૂર રહી પણ,રોડ જ ગાયબ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરેક જગ્યાએ રોડ રસ્તા ઉપર ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે આવનારા દિવસોમાં મો ફાડીને અનેક સમસ્યાઓનો પોટલો મનપા વિરૂદ્ધ છોડવામાં આવે તો નવાઈ નહીં, કુડાસણનાં જેવા ઇન્ફોસિસ, રિલાયન્સ ચોકડી પાસેનો, સર્કલ પાસેના રોડ રસ્તા તૂટી ગયા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી બાકી, ફ્કત ગાબડાં ભર્યે રાખવાના, પ્રજાનું જે થવું હોય તે થાય, આજેGMC માં જે વિસ્તારો સમાવિષ્ટ થયાં તેમાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચનો જે હોદો હતો તે સારો હતો. જે કામ થતાં હતાં.
અત્યારે, મહાનગરપાલિકા એક જ ગાણું ગાય છે કે સ્ટાફનો અભાવ છે, તો ટેક્સના કલેકશનમાં પ્રથમ ક્રમાંકે છે. તો પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવા પ્રથમ ક્રમાંક લાવો તે જરૂરી છે. અત્યારે સૌથી વધારે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ ન્યૂ GJ-18 ખાતેના વિસ્તારોમાં સૌથી વધારે છે. સ્વચ્છતાનો અભાવ, ગંદકીનું સામ્રાજ્ય, અને રોડ રસ્તા તૂટી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આખરે GJ-18 એવું ન્યુ પણ તેની નામનાં ખોઈ રહ્યું છે.