કેન્દ્ર સરકાર નાગરિકતા કાયદા અંતર્ગત પલાયન કરી ગયેલ લોકોને નાગરિક બનાવવાના પ્રયત્નો કરી કરી છે. જેનો વિરોધ મેઘાલયમાં દેખાઇ રહ્યો છે. મુઘાલયમાં શુક્રવારે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેના અંતર્ગત રાજ્યના બહારથી આવતા લોકોએ 24 કલાક કરતાં વધારે રોકાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
મેઘાલયે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારિયોને આ નિયમથી બહાર રાખ્યા છે, મેઘાલય ડેમોક્રેટિક અલાયંસ કેબિનેટ દ્વારા મેઘાલય રેજિડેટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ, 2016માં સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે.
ઈનએઅ કાઇન પરમિટ સિસ્ટમ લાવવાની કરવામાં આવી હતી માંગણી
મેઘાલયમાં અવૈધ પલાયનકર્તાઓને આવતા રોકવા માટે ઇનર લાઇન પરમિટ સિસ્ટમ લાવવાની વાત લાંબા સમયથી થઈ રહી છે, પહેલાં આ કાયદો માત્ર અહીં રહેતા લોકો માટે હતો. આ એક પરમિટ ડોક્યૂમેન્ટ હોય છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીયો માટે બહાર પાડવામાં આવે છે.
ઈનર લાઇન પરમિટ સિસ્ટમ અંતર્ગત એક પ્રોટેક્ટેડ એરિયામાં લિમિટેડ સમય માટે જ રહેવાનું હોય છે. હાલ આ નાગાલેન્ડ, અરૂણાચલપ્રદેશ અને મિઝોરમમાં લાગૂ છે.
મેઘાલયમાં આ પરમિટ કેન્દ્ર નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપમુખ્યમંત્રી સીએમ પ્રેસ્ટોન તિનસૉન્ગે જણાવ્યું કે આ એક સંશોધન અધ્યાદેશ દ્વારા બહુ જલદી લાગુ કરવામાં આવશે. તેને આગામી સત્રમાં નિયમિત કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, નવેમ્બર મહિનામાં જો તમે મેઘાલય ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો IRCTC દ્વારા ખાસ ટૂર પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. એમ્યૂસિંગ એન્ડ મેઘાયલ નામના આ પેકેજ અંતર્ગત મૉસિનરામ, જેકરેમ અને ગુવાહાટી ફરવાની તક મળશે. 5 રાત અને 6 દિવસની આ ટૂરની શરૂઆત 18 નવેમ્બરે કોલકાતાથી થશે.
આ પેકેજમાં રહેવું, ખાવું અને નાસ્તાનો સમાવેશ થાય છે. પેકેજમાં કાયાકિંગ, કેવિંગ અને રિવર કનોઈંગ જેવાં સ્પોર્ટ્સનો સમાવેશ છે. આ ટ્રિપથી યાત્રીઓ મોટરસાઇકલ પર મેઘાલયમાં ફરી સકશે.