આજરોજ ભાજપ પ્રેરિત જન આશીર્વાદ યાત્રાના પ્રથમ ચરણ ના શ્રી ગણેશ રાજકોટ ખાતેથી મનસુખ માંડલ મનસુખ માંડવીયા એ કર્યા હતા .આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં મનસુખભાઈ માંડવીયા એ જન આશીર્વાદ યાત્રા શા માટે ?તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ સાત વર્ષથી જનતાની સેવા કરી રહી છે અને તેમણે જનતાની સેવા દ્વારા વિકાસ કેવો હોવો જાેઈએ એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આપણા દેશમાં લોકશાહી હોવાથી સ્પષ્ટ બહુમતી ધરાવતી પાર્ટીના નેતા રાષ્ટ્રનું સંચાલન કરે છે. દેશની જનતાએ મોદીના નેતૃત્વવાળી સરકાર ને સ્પષ્ટ બહુમતીથી જન આશીર્વાદ આપ્યા છે. મોદીજી પણ દેશના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એ મંત્રને સાર્થક કરીને આપણા દેશની પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે.મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.આધુનિક ભારતના નિર્માણ માટે આધુનિક ભારત કેવું હોવું જાેઈએ તેની કલ્પના મોદીજી સાર્થક કરી રહ્યા છે.
આ દેશની વિવિધતાને એકતામાં પરિવર્તિત કરવામાં આવી છે .આ દેશમાં રહેનાર જ્ઞાતિ-જાતિ- વર્ગ -સમુદાય બધા વર્ગના લોકોને સરકારની સત્તામાં ભાગીદારી મળી છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળ્યું છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. એટલે જ મોદીના મંત્રીમંડળમાં ૪૩ નવા મંત્રીઓ સામેલ છે. મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પણ ૩ મંત્રીઓ સામેલ કરવામાં આવ્યા છે. મોદીજી ના નેતૃત્વમાં કોઈ કાર્યકર નાનો નથી કે કોઈ મોટો નથી, બધા એક સમાન છે. કોઈપણ સમાજના લોકોને, કોઈપણ વર્ગના લોકોને, કોઈપણ જાતની ભલામણ વગર, કહ્યા વગર ,કોઈની પોલિટિકલ ડિમાન્ડ વગર બધી જ જાતિના લોકોને પ્રતિનિધિત્વ મળે છે. દેશના નેતૃત્વમાં નાના માણસને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે. કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ રાખ્યા વગર પ્રતિનિધિત્વ મળ્યું છે. મોદીના મંત્રીમંડળમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એ રીતે આપણા વહીવટમાં મહિલાઓની પણ ભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે. યુવાનોએ આપણા દેશનું ભવિષ્ય છે.યુવાનો પોતાના જાેશ અને જાેમ અને જુસ્સા સાથે કાર્ય કરી શકે એ માટે આપણા મંત્રી મંડળમાં ૧૪ યુવાનોને સામેલ કરવામાં આવ્યું છે. અને આ રીતે દેશના વિકાસમાં સૌને સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેશના વિકાસ માટે, રાષ્ટ્રના ઘડતર માટે તેમજ નવા ભારતનુ નિર્માણ કરવા માટે જનતા ના આશીર્વાદ જરૂરી છે. દેશમાં અનુશાસન જરૂરી છે. મારે પણ હેલ્થ મિનિસ્ટર તરીકે પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. કોરોના ને હરાવવા માટે પ્રોટોકોલ ખૂબ જ જરૂરી છે.રાજકોટની જનતાનો આભાર માનું છું કે આપ સર્વ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને, આ જન આશીર્વાદ યાત્રા ને સમર્થન કરેલ છે. આજની આ આશીર્વાદ યાત્રામાં સામેલ થવા માટે,Covid -19 નુ આપ લોકો દ્વારા જે પાલન કરવામાં આવ્યું છે તેમજ આજરોજ જે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું મારો આભાર વ્યક્ત કરું છું અને જનતાના આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું.