ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય વેપારીઓએ હવે દર શુક્રવારે સ્ટોકનો હિસાબ આપવો પડશે દેશમાં પૂરતો બફર સ્ટોક અને આયાતમાં વધારો હોવા છતાં તુવેર-ચણાના ભાવ ઊંચા રહેતા સંગ્રહખોરો સામે લાલ આંખ દેશમાં દાળના સતત વધતા જતા ભાવોએ સામાન્ય પરિવારો અને ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. ખાસ કરીને તુવેર દાળ અને ચણાના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.
દાળના ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વેપારીઓએ હવે દર શુક્રવારે સ્ટોકનો હિસાબ આપવો પડશે
ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય વેપારીઓએ હવે દર શુક્રવારે સ્ટોકનો હિસાબ આપવો પડશે દેશમાં પૂરતો બફર સ્ટોક અને આયાતમાં વધારો હોવા છતાં તુવેર-ચણાના ભાવ ઊંચા રહેતા સંગ્રહખોરો સામે લાલ આંખ દેશમાં દાળના સતત વધતા જતા ભાવોએ સામાન્ય પરિવારો અને ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. ખાસ કરીને તુવેર દાળ અને ચણાના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે દેશમાં હાલ ૩૮ લાખ ટનનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં અને વિદેશમાંથી દાળની આયાતમાં ૬૭ ટકાનો મોટો વધારો થયો હોવા છતાં બજારમાં દાળના ભાવ ઊંચા સ્તરે યથાવત રહ્યા છે. આ અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે હવે સંગ્રહખોરો અને નફાખોરો સામે કડક વલણ અપનાવવાનો ર્નિણય કર્યો છે.
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લેવાયેલા નવા ર્નિણય અનુસાર, હવે દેશના તમામ દાળના વેપારીઓ, મિલરો, આયાતકારો, જથ્થાબંધ (હોલસેલ) તેમજ છૂટક (રિટેલ) વેપારીઓ અને મોટી રિટેલ ચેઇન ધરાવતી કંપનીઓએ દર શુક્રવારે સરકારના નિર્ધારિત પોર્ટલ પર તેમની પાસે રહેલા દાળના જથ્થાની સાપ્તાહિક વિગતો ફરજિયાતપણે જાહેર કરવી પડશે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી થતી અટકાવવાનો, સંગ્રહખોરી પર કડક નિયંત્રણ લાવવાનો અને દાળના ભાવમાં થતા બિનજરૂરી વધારાને રોકવાનો છે.
સરકારના આંકડાઓ મુજબ, તુવેર દાળનો સરેરાશ છૂટક ભાવ વધીને પ્રતિ કિલો રૂ. ૧૩૫.૨૩ અને ચણાનો ભાવ પ્રતિ કિલો રૂ. ૯૫.૨૩ આસપાસ પહોંચી ગયો છે, જે ગત વર્ષની સરખામણીમાં અનુક્રમે ૧૯.૫ ટકા અને ૧૦ ટકા વધુ છે. ઉત્પાદન અને આયાત સારી હોવા છતાં ભાવો વધી રહ્યા હોવાથી સરકાર દ્વારા તમામ રાજ્યોને પણ પત્ર લખીને કાળાબજાર અને સંગ્રહખોરી કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેપારીઓએ સ્ટોકની ખોટી માહિતી આપવી ભારે પડી શકે છે, કારણ કે સરકારે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
