રાજ્યમાં મહિલાઓ ઉપર વધતા અત્યાચાર બાદ GJ-18 ખાતે સિવિલ હોસ્પિટલની બહાર મહિલા ઉપર ડોકટર દ્વારા થયેલ તાલિબાન કૃત્યને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રીયાબેન પટેલે વખોડી કાઢ્યું છે. અને આ અને આ પીડિત મહિલાને ન્યાય અપાવવા આજ રોજ સિવિલ ખાતે મહિલા ની મુલાકાત કરી હતી. ત્યારે આ મહિલા ને ન્યાય મળે તે ઉદ્દેશથી પોલીસ સ્ટેશન પણ મુલાકાત લઈ ને મહિલા ને આર્ત્મનિભર તથા વિધવા સહાય અને સરકાર દ્ધારા જે સહાય મળતી હોય તે માટે પોતે પ્રયત્નશીલ બની મદદ રૂપ થશે તેમ કહ્યું હતું.GJ-18 ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ પ્રિયા પટેલે વધુ માં જણાવ્યું કે , આ કૃત્ય કોઈ પણ સંજાેગોમાં સાંખી ના લેવાય ,મહિલા એ પોલીસ સ્ટેશનમાં કરેલ અરજી બાદ જાે યોગ્ય રીતે સાંભળવામાં નહિ આવે અને ડોકટર ઉપર કાર્યવાહી નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત મહિલા મોરચા દ્વારા કરવામાં આવશે.
GJ-18 ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પીડીત મહીલાની વ્હારે આવી ને રૂબરૂ મુલાકાત લીધી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments