GJ-18 ખાતે સૌથી વધારે કચરો સચિવાલયમાંથી ઠલવાયો છે,ટેક્સના નામે હાલ મીંડુ , મનપાના માથે ફોડે ઈંડુ, ટેક્સ ભરનારને ડસ્ટબીનનો ઠંેગો

Spread the love

દેશમાં કેન્દ્ર સરકાર શહેરોના વિકાસ માટે સ્માર્ટસીટી થકી કરોડો રૂપિયાની ગ્રાંટો આપી રહી છે ત્યારે આ ગ્રાંટો કરોડોની લાખની ૧૨ હજાર બની ગઈ છે. સ્માર્ટસીટી થકી જે ખર્ચ કરવામાં આવ્યા છે તેની ચકાસણી અને જે પ્રોજેક્ટમાં ખર્ચ કર્યા હતા તેમાં સફળ કેટલા થયાં તો અંદાજાે આવી જાય.સૌથી વધારે સંખ્યા અસફળ પ્રોજેક્ટોની છે. ત્યારે GJ-18 નાં નગરજનો જે સમયસર ટેકસ ચૂકવે છે તેને ડસ્ટબીનનો ઠેંગો અને જે મોટાં મસ એવાં સરકારી આવાસોથી લઈને સરકારી ઓફિસો આવેલી છે તેમના ટેક્સના નાણાંની બબાલ હજુ ચાલું જ છે અને સૌથી વધુ ડસ્ટબીન નો કચરો સચિવાલયમાંથી ઠલવાય છે. ત્યારે ટેકસ ભરવામાં જાેવા જઈએ તો જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આજદિન સુધી કોઈ જ ટેકસ ભરવામાં આવ્યો નથી. ત્યારે ૧૦ વર્ષથી વધારે સમયથી નગરજનો ટેકસ તગડો ચૂકવવામાં આવવા છતાં ડસ્ટબીનનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવવા તૈયાર નથી. મહાનગરપાલિકા સામે હાલ વસાહત મહાસંઘે શિંગડા ભેરવ્યા છે. અને આ સંદર્ભે ઉચ્ચ કક્ષાએ રજુઆત નો દોર પણ ચાલી રહ્યો છે ત્યારે સ્માર્ટ સીટી થકી અને GJ-18 શહેરમાં જ અંડરબ્રીજ થી લઈને સે-૨૧ માં પાર્કિંગ જેવા પ્રોજેક્ટ લાવવા અને સેકટરોના રોડ નાના હોવા છતાં પહોળા કરીને વૃક્ષોનું નિકંદન તથા ૨ માર્ગીય રસ્તા બનાવવાની યોજનામાં લાખ્ખો નહિ પણ, કરોડોનું પાણી થઇ રહ્યુ છે. તેના કરતાં ડસ્તબીનના ૨ ડબલાં આપવામાં વાંધો શું છે? કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારે ૫ કરોડથી વધારે ગ્રાંટો ફાળવી હતી અને તે પણ કોરોના માટે. ત્યારે આ ગ્રાન્ટ નગરજનોને ફળી ખરી? કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર કોરોનાની મહામારીમાં આદરવામાં આવ્યો છે. તે સૌ જાણે છે. મંડપ ડેકોરેશન,જમવાના બિલો,ટિફિન જેવી ચીજવસ્તુઓ દર્દીઓ કરતાં લોકોના ઘરોમાં દે ઠોક ગઈ છે. સૌથી માલામાલ કોરોનામાં કોન્ટ્રાકટરો અને અધિકારીઓ બન્યા છે. આ લોકોને કોરોના ફળ્યો છે. ત્યારે ગુજરાત સરકાર કોરોના ન આવે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે અહી કોરોનાની રાહ માલપાણીની જાેવાઈ રહી છે. સચિવાલયથી લઈને અનેક સરકારી સંસ્થાઓ ટેકસ ભરતી નથી. અને હજુ વિવાદ ચાલું છે. ત્યારે સચિવાલય અને સરકારી આવાસોમાંથી રોજબરોજ કચરો ઠલવાય છે. અને ઘણા જ સરકારી આવાસોમાં ડસ્ટબીન પણ આપેલા છે. જે ટેકસ ભરતા નથી તો ટેકસ ભરનારને ૨ ડસ્ટબીનની ટોપલી આપવામા પણ ગ્રાન્ટનો અભાવ નડી રહ્યો છે. સરકારી સંસ્થાઓ હાલ ટેક્સના નામે મીંડું છે. ટેકસ ભરનારને મનપા ઠેંગો બતાવીને ડસ્ટબીનના તાયફા ચાલી રહ્યા છે ત્યારે ૧૦૦ રૂપિયાની ડસ્ટબિન સામે હજારો રુપિયા ટેકસ ભરનાર વસાહતીઓને ઠેંગો મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com