GJ-18 જિલ્લા પોલીસ વડાએ ગંજીફો ચીપીને જિલ્લાના આઠ પીઆઈની જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે. ત્યારે LCB પીઆઈ જયેશ વાઘેલાને Lib તેમજ અડાલજ પીઆઈ જે. એચ. સિંધવને LCB માં બદલી કરી દેવામાં આવી છે. જિલ્લાના આઠ પીઆઈની સાથે જિલ્લાની મહત્ત્વની જગ્યા ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્સ્પેક્ટરોની પણ બદલી પોલીસ વડા દ્વારા કરી દેવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે LCB પીઆઈ જયેશ વાઘેલા નાદુરસ્ત તબિયતના કારણે હમણાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.છે .GJ-18 જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લાના આઠ પીઆઈની જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા થોડા દિવસ રજા ઉપર જતા પોલીસ બેડામાં કાંઈ નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા.ત્યારે આજે પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લાના આઠ પીઆઈની સાથે જિલ્લા પોલીસ વડાનું મહત્ત્વનું અંગ ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જેમાં LCB – 1 પીઆઈ જયેશ વાઘેલાને Lib માં બદલી કરાઈ છે. જેમની જગ્યાએ LCB – 2 પીઆઈ એચ પી ઝાલા ને નિમણૂક આપવામાં આવી છે.જયારે LCB – 2 ની ખાલી પડેલી જગ્યા પર અડાલજ પોલીસ મથકના પીઆઈ જે એચ સિંધવ ની બદલી કરવામાં આવી છે. તેમજ અડાલજ પીઆઈ તરીકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં પીઆઈ ડી .બી. વાળાને મૂકવામાં આવ્યા છે. જેમના સ્થાને સેકટર 7 પીઆઈ સચિન પવારને નિમણૂક આપવામાં આવી છે.એજ રીતે LIB પીઆઈ ડી. એસ. ચૌધરીને સેકટર 7 પીઆઈ તરીકે નિમણૂક અપાઈ છે. જ્યારે કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ ઓ. બી. મજગુલને પણ બદલી દેવામાં આવ્યા છે. જેમને કંટ્રોલ રૂમમાં તેમજ કંટ્રોલ રૂમના પીઆઈ જે. બી. પંડિત ને કલોલ શહેર પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી છ. આમ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મહત્ત્વની ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈની પણ જાહેર હિતમાં બદલીઓ કરી દેવામાં આવી છે . હજુ પીએસઆઇ,એએસઆઇ,પોલિસ કોસ્ટેબલ ની બદલીઓ ના ભણકારા વાગી રહ્યા છે .