દર મહિનામાં એકથી વધુ ગેરરીતિ કૌભાંડથી હમેશાં ચર્ચામાં રહેતી ગાંઘીનગર સિવિલ હોસ્પિટલ તંત્રનું ફરી એક નવું કૌભાંડ ઉજાગર થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ સિવિલનાં ઓર્થોપેડીક વિભાગમાં ની -રિપ્લેસમેન્ટનાં ઓપરેશનમાં દર્દીઓ સાથે છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદ ભૂતકાળમાં ઉઠી હતી. આ કૌભાંડમાં ઓર્થો વિભાગનાં એક જાણીતા તબીબને મેડિકલ રીપ્રેઝન્ટેટીવની સાથે સાંઠગાંઠ હોવાની બાબત સિવીલમાં ચર્ચાઈ હતી. નેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સુધી જે ફરિયાદ પહોચી છે તેનાથી દિલ્હીની ટીમ પણ ચોંકી ઉઠી છે.આ બાબતે ગંભીર અને સનસનાટી ભર્યા કૌભાંડમાં ની- રિપ્લેસમન્ટનાં દરદી પાસેથી ઇમ્પ્લાન્ટ નાં ઊંચા ચાર્જ વસૂલી તેમાંથી કટકી કરતાં હોવાની રજુઆત છેક દિલ્હી સુધી પહોંચી હોવાની ચર્ચા ઉપડી છે.ઓર્થોપેડીક વિભાગમાં ની- રિપ્લેસમેન્ટનાં કિસ્સામાં બે તબીબો આ પ્રકારની કટ પ્રેક્ટિસને લઈને ચર્ચામાં આવતાં દિલ્હીની નેશનલ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ પણ ચોંકી ઉઠી છે. જે કારણે દર્દીઓ લૂંટાઈ રહ્યા હોવા અંગે તેમજ દવાઓમાં પણ ગોઠવણ પૂર્વકનો વેપાર થઈ રહ્યો હોઈ તેમાં પણ દર્દીઓ લૂંટાઈ રહ્યા હોવાથી તપાસનો આદેશ અપાયો છે. આ જાણીતા ઑર્થો વિભાગનાં તબીબ ચોક્કસ બ્રાન્ડની જ દવા દર્દીઓને પ્રીસ્ક્રાઈબ કરતા બૂમો છે. જે દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે. તે ખૂબ મોંઘી હોય છે. જાેકે, તેવી દવાઓ હકીકતમાં સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને બહારની સાંઠગાંઠ વાળી કંપનીની દવા ખરીદવાની ફરજ પડતી હોવાની પણ ફરિયાદ છે.
આ ડોકટરની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ તબીબ મેડિકલ રી પ્રેઝન્ટેટીવ સાથે પોતાના ગોરખધંધા પકડાઈ ન જાય તે માટે થઈને સિનિયર કે જુનિયર રેસીડેન્ટ તબીબોને પણ કેબિનમાં હાજર રહેવા દેતા નથી. તેમજ આ બન્ને તબીબો સિવિલથી વધુ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાની પણ ફરિયાદો છે. આ બધી બાબતોના પુરાવા સિવિલતંત્રને આપવામાં આવ્યા હોવા છતાં આ પ્રકારની કટ પ્રેક્ટિસ ડોકટરશીપને અટકાવવાનો આદેશ થયો હોવા છતાં અને સખ્ત કાર્યવાહી કરવાનું પણ જણાવ્યાં હોવા છતાં સિવિલ સુપ્રીન્ટેંડન્ટ દ્વારા તપાસ કરાશે કે કેમ? તેવી શંકા તંત્રના વર્તુળમાં ઉજાગર થઈ છે. આ બન્ને તબીબો વિરૂદ્ધ તપાસ થતી ન હોઈ તેમજ એક્શન લેવાયા ન હોવાથી બંને તબીબો રીઢા થઈ ગયા છે અને તેઓ ગુનાહિત કટ પ્રેક્ટિસની કાળી કમાણી કરી રહ્યા છે જેમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના ખિસ્સા ખંખેરાઈ રહ્યા છે.