ગુજરાતની રાજધાની અને પાટનગર કહેવાતુંGJ-18આજે વિકાસશીલ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે GJ-18સચિવાલય ખાતે હજજારો અરજદારો ગુજરાતના છેવાડે થી આવતા હોય છે ત્યારે રોજબરોજ હજજારો વાહનો પાર્ક થાય છે. વાહન પાર્કિગમાં પણ ઘણીવાર જગ્યા ખૂટી પડે છે ત્યારે સચિવાલયમાં જ ફકત હજજારો કર્મચારીઓ કામ કરે છે ત્યારે સરકાર દ્વારા જે વાહનોમાં હવા નિકળી ગઈ હોય છે તો ત્યાં હવા પુરવા માટેનું એક સ્ટેન્ડ ઉભુ કર્યુ છે પણ, પંકચર પડે તો કોઈ જ વ્યવસ્થા નથી ત્યારે હજજારો અરજદારો જે આવતા હોય છે તેમાંથી ૧૦ થી વધારે મોટા વાહનોને રોજબરોજ પંકચર પડતાં હોય છે. આ પંકચર પડવાના કારણે બહારગામથી આવતા અરજદારો ફકત હવા પૂરીને પંકચર કરવા વાળાની દુકાનો શોધતા હોય છે ત્યારે હવા જ્યાં સુધી ટકે ત્યાં સુધી બાકી પછી હંકારીને જતાં ટાયર તો ખરાબ થઈ જાય પણ, ટ્યુબ જતી રહેતા ખર્ચના ખાડામાં ઉતરવું પડે છે. સચિવાલયમા રોજબરોજ કર્મચારીઓનાં જ વાહનો હજજારોની સંખ્યામાં હોય છે અને હજજારો અરજદારોનાં પ્રવેશના કારણે વાહનોની કતારો લાગી જાય છે ત્યારે બહારગામથી આવ્યા બાદ વાહન ચાલકો પાર્કિંગ કર્યા બાદ રોડ રસ્તા જાે ખરાબ હોય તો ગાડી મૂકીને સચિવાલયમાં કામ અર્થે આવ્યા બાદ વાહનોમાં પંકચર જાેતાં સચિવાલયમાં હવા પૂરવાનું સ્ટેશન બનાવ્યું છે પણ, પંકચરની સગવડ ન હોવાથી અનેક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે વાહન પાર્કિગની સમસ્યા કરતાં પંકચર પડવાની સમસ્યા ઘણી જ અઘરી પડે છે ત્યારે આ મુદ્દે સચિવાલયમાં કર્મચારીઓથી લઈને અરજદારો માટે જાે કેન્ટીન હોય તો આ જરૂરિયાતની સમસ્યા હોવાથી પંકચરની દુકાન અથવા કોઈ સ્ટેન્ડ આપવાની જરૂરિયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે.