GJ-18 મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છાપરે પોકારીને પુકાર આપી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે અનેક પ્રકારની સેવાથી લઈને કોઈપણ કમી ન રહે તે માટે ગુ.સરકારે બે હાથે નહિ પણ,ચાર હાથે ગ્રાન્ટો ફાળવી છે. કેન્દ્રમાં ગુજરાતના ॅદ્બ નરેન્દ્ર મોદી તથા GJ-18 જિલ્લાના સાંસદ તથા ગૃહમંત્રી અમિત શાહે અનેક વિકાસના કામોથી લઈને GJ-18 જીલ્લાનાં વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે પહેલાં કહેવત હતી કે દિલ્હીથી સો રૂપિયાની નોટ ગુજરાત પહોચે એટલે ૨૦ રૂપિયા બની જાય. ત્યારે મોદી સરકાર અને રૂપાણી સરકારના રાજમાં તમામ કરોડોની ગ્રાન્ટ એકપણ પાઈની કટિંગ વગર પૂરેપૂરી મળતી હોવા છતાં અહીંયા મોટા કટરો બેઠાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે કરોડોની ગ્રાન્ટો અને પ્રજાનાં કરવેરાના પૈસાનો ધૂમ ધૂમાડો એવો કર્યો કે તિજાેરી પણ તળિયાગ્રસ્ત થઈ ગઈ છે. અત્યારે મોટાભાગના લોકો કોન્ટ્રાકટર બની ગયા છે. કોરોનાની મહામારીમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં મંડપ ડેકોરેશન ની કંપનીઓ તો માલામાલ બની ગઈને ઓડી પણ છોડાવી લીધી છે. ત્યારે ફ્લેક્સ બેનર બનાવવાનું કામ કરતી અને ઊંચા ભાવ અને કામમાં વેઠ તથા કે બેનરોની સંખ્યા બનાવીને બિલમાં ઉધાર્યાં હોય તે બેનરો કોરોનાની મહામારીમાં ક્યાંય દેખાતા નથી. ત્યારે ફ્લેકસ બેનરનો આ વેપારી મહાનગરપાલિકામાં પડ્યો પાથર્યો રહેતો હોય છે. ફ્લેક્સ બેનરોમાં ય્ત્ન-૧૮ ખાતે એક નહિ,૨૫ જેટલી કંપનીઓ છે પણ, સેટિંગ ડોટકોમ થવું જાેઈએ ભાવ ઓછો હોય તેમાં કોઈ રસ નથી ત્યારે સ્માર્ટસીટી એટલે દૂઝણી ગાય બની ગઈ છે.
સ્માર્ટ સિટીમા જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટો આવે છે તે નાણાં જ્યાં વાપરવામાં આવ્યા છે તે લાખના બાર હજાર બરાબર હોવાનું પ્રજાજનો સ્વીકારી રહ્યા છે ત્યારે મહાનગરપાલીકામાં જે કર્મીઓ નોકરી કરે છે તેમાં જે ફિક્સ પગારમાં હોય છે તેમનો પગાર માંડ ૮ હજારથી લઇને ૧૦,૫૦૦ છે.
તથા મોટા અધિકારીઓને ૧૬ હજારથી લઈને ૨૦ હજાર પગાર આપવામાં આવે છે ત્યારે સ્માર્ટ સીટીમાં જે કામ કરી રહ્યા છે તે કોઈ રોબોટ નથી, મનપામાં જે કામ કરી રહ્યા છે તે કર્મીઓનું જ કામ કરી રહ્યા છે ત્યારે સ્માર્ટ સીટીમાં પગાર અધધ ૩૫ હજારથી લઇને ૪૫ હજારનો પગાર અધધ.. ચૂકવાઈ રહ્યો હોવાનું સૂત્રો દ્વારા માહીતી પ્રાપ્ત થયેલ છે. ત્યારે સ્માર્ટ સીટીમાં પગાર કરતા ખાયકીનું મોટું રેકેટ છે. તે રેકેટ હવે ટૂંકા જ દિવસોમાં ૫ દિવસ સિરીઝ ચાલવાની છે. ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ધન્ય છે કે GJ-18 નાં વિકાસ માટે જે કરોડોની ગ્રાન્ટો ફાળવી છે પણ,તેનો જે ખર્ચ ચકાસવામાં આવે તો ખબર પડે! મંડપ ડેકોરેટથી લઈને કોરોનાની મહામારીમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં ૫ કરોડ અધધધ.. ખાલીખમ કરી દીધા છે. સ્માર્ટ સિટીનાં તગડા પગારો અને કામના નામે મીંડું,પ્રજાનાં ટેક્સના નામે ઈંડુ પ્રજાનાં માથા પર ફોડી રહ્યું છે ત્યારે સ્માર્ટ સીટીનાં કેટલા પ્રોજેક્ટ સફળ થયાં. તો ૫૦% પ્રોજેક્ટ ફેલ ગયા છે શું ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજ યોગ્ય હતો ખરો? પ્રજાને પૂછો તો ૯૦% પ્રજાનો જવાબ ના છે. ત્યારે સેકટરોમાં રોડ રસ્તા પહોળા કરીને વૃક્ષોનું નિકંદન શું યોગ્ય હતું? તો પ્રજાનો જવાબ ના છે. તો વિકાસની આડમાં માલામાલનો એક પાર્ટ્સ બની ગયો છે.કોરોનાની મહામારીમાં કોરોનાનાં દર્દીઓને કવોરન્ટાઈન હેઠળ રાખવા માટે જે સેન્ટરો ત્રણ ખોલવામાં આવ્યા હતા તે સેન્ટરોનો ખર્ચ ૩૫ લાખ અંદાજવામાં આવ્યો છે શું આ હોઈ શકે ખરું? ય્ત્ન-૧૮ મહાનગરપાલિકાનાં કમિશનર ધવલ પટેલ આવ્યાના ૨ મહિના જેટલો સમય વ્યતીત થયો છે ત્યારે કમિશનર શ્રી આપશ્રી પાસેથી અનેક આશાઓ હતી અને છે ત્યારે સ્માર્ટ સીટીનાં ચોપડા ખોલો,અથવા ખોલાવો,તપાસ કરાવો,કેન્દ્ર સરકારના કેટલા નાણાં ફાળવ્યા? અને જે ખર્ચ થતો હોય તે ખરેખર ચકાસણી કરવામાં આવે તો કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે પણ બહાર આવશે. ત્યારે સ્માર્ટ સીટીમાં તગડો પગાર અને મહાનગરપાલીકાનો ૪ થા ભાગનો આ તફાવત કેમ? શું મનપામાં સ્ટાફ જે કામ કરી રહ્યો છે તે કામ સ્માર્ટ સીટી જેવું ના કરી શકે? સ્માર્ટ સીટીમાં નોકરી મેળવવી હોય તો કબાડી ગ્રૂપનો આજે પણ દબદબો છે. ત્યારે કબાડી ગ્રૂપના કબાડખાના અનેક કારનામા સાથે બહાર આવ્યા છે ત્યારે સ્માર્ટ સીટીમાં જે કર્મચારીઓનો પગારનો તફાવત જે મનપા કરતાં ખૂબ જ ઊંચો છે. ત્યારે પ્રજાનાં ટેક્સના નાણાં અને કેન્દ્ર સરકારે વિકાસ માટે આપેલી ગ્રાન્ટો તો પછી તગારે અને પગારે જેવો જ ઘાટ કહેવાય ને.. સ્માર્ટ સીટીનો જેટલો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો તેમાં તમામ મોટાભાગના ફેઈલ ગયા છે. શૌચાલયની હાલત જુઓ, બગીચામાં કરોડોના બિલો સામે ઍક્સેસ બિલો પણ મુકાયા. મોઘવારી કે સેટિંગ ડોટકોમ સાથે ઍક્સેસ બીલ તરીકે એટલે દૂધને તારવીને તગડી મલાઈ એટલે ઍક્સેસ બીલ તરીકે લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે પૈસાનું પાણી એટલે સ્માર્ટ સીટીનાં તગડા પગારો…