ગુજરાતમાં ૨૩ વર્ષ થી એક સરખું શાસન ભાજપ સરકાર ભોગવી રહી છે .ત્યારે તેનું કારણ પણ વિકાસ તથા થયેલ કામો ને આભાર છે .ત્યારે ૨૦ વર્ષ પહેલા હોમગાર્ડઝ જવાનને માંડ ૨૮ થી ૩૬ રૂપિયા મહેનતતાણું મળતું હતું .ICDS મહિલા ઓને ફિક્સ પગાર હતો ,જે આજે તેલનો ડબ્બો પણ ન આવી થશે TRP , GRD ના જવાનની હાલત પણ આવીજ હતી .ત્યારે ભાજપ સરકાર દ્વારા અનેક ર્નિણયો લઈનેICDS ,હોમગાર્ડઝ TRP , GRD ના જવાનોને સામે એવો પગાર વધારો કરીને આપવામાં આવ્યો છે .ત્યારે સૌથી વધારે કફોડી હાલત હોયતો મધ્યાન યોજના ના કર્મચારીઓની છે .મધ્યાન કર્મીઓને પગાર જાેવા જઈએ તો ૫ લિટરનું તેલનું ક્વાટર ડબલું આવે ,પણ શાકભાજી બનાવવા જે મસાલા જાેઈએ તે હવામાં જ લટકે ,અને દૂધ, છાશ ,મીઠાઈ તો ભૂલી જાવ ,ત્યારે ચાની કીટલીએ નોકરી કરતા મજુર ,શ્રમજીવી કરતા પણ કફોડી હાલત છે . હજારો બાળકો ને નહીં પણ ગુજરાત માં લાખો બાળકો ને ભરપેટ ભોજન પીરસનારા પોતે અડધું ભોજન પણ પામતા નથી .તો શું આ કર્મીઓ દૂકદાર નથી ?
ગુજરાત સરકાર માં ૨૩ વર્ષ થી અનેક વાર રજૂઆત કરવા છતાં અનેક સંગઠનોના પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું ,તો આ કર્મીઓના પ્રશ્નને કેમ વાચા આપવામાં આવતી નથી ?તેવો પ્રશ્ન અનેક લોકો પૂછી રહ્યા છે . જેમ પાર્ટી પક્ષ માં વર્ષોના કાર્ય કરો તરીકે ઓળખતા અને સિનિયર તરીકે ઓળખતા આ મધ્યાન કર્મીઓ નથી નોકરી છોડી શકતા,જાએ તો જાએ કહા? જેમાં ઘણા મધ્યાન કર્મીઓ ને મોઘવારીમાં ઘર ચલાવવું પણ કાઠું પડી ગયું છે .ત્યારે તેલનું ડબલું કવાટર્યું આવે પણ બીજી ચીજવસ્તુઓ ના આવે ,અને તેલનો ડબ્બો એ સપનું થઈ ગયું છે .ત્યારે ચાની કીટલી અને શ્રમજીવીનો જે પગાર સરકાર ના શ્રમઆયુક્ત દ્વારા જે નક્કી કરેલ છે ,તે પગાર કરતા પણ નીચા રેસીયા માં જીવી રહેલ મધ્યાન ભોજનના કર્મીઓની કોઈ તો આગળી પકડો…
મધ્યાન કર્મીઓ દ્વારા તા.૧૩.૯.૨૧ ના રોજ રસોઈયા , મદદનીશથી લઈને તમામ કર્મીઓ ઉગ્ર રજૂઆત કરવા આવે તેવી શક્યતા છે .ત્યારે આ પ્રશ્ને મખ્ય મંત્રી ,ડે.મુખ્ય મંત્રી ,શિક્ષણ મંત્રીને રજુઆત કરવા માં આવશે તેવું એક ખબરપત્રી દ્વારા જણાવ્યું છે.