ગુજરાતમાં સૌથી વધારે કફોડી હાલત હોય તો પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ એવાPI,PSIની હાલત કફોડી હોય છે. પોલીસકર્મીની નોકરી કોઈ સમયસર બંધાયેલી નથી. સરકારી તંત્ર એવા સચિવાલય અને જિલ્લા કચેરીઓમાં ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગે આવવું અને ૬ વાગ્યાના બદલે ૪ વાગે જતાં રહેવું તે સચિવાલય અને જિલ્લા કચેરીમાં ચાલે પણ,પોલીસ સ્ટેશનમાં ૮ કલાકથી લઈને ઘણીવાર ૧૨ કલાક અને ૧૬ કલાક પણ નોકરી કરવી પડતી હોય છે. ઘણીવાર સ્ટાફ ઓછો અને ચોરી, લૂંટ, આપઘાત,રેલી, સરઘસ,બંધનું એલાન જેવી સમસ્યા આવે ત્યારે સૌથી વધારે જવાબદારીPI,PSIની થઈ જતી હોય છે.ત્યારે સૌથી વધારે કફોડી સ્થિતિમાં જે ઉચ્ચ અધિકારીઓ મુકાઈ જાય છે તેમાં મહિલાઓને ડ્યુટી પર કામ લેવાનું,ઘણીવાર મહિલાઓની ડ્યુટી પૂરી થઈ હોય અને અચાનક કોઈ ગંભીર બનાવ બને અને મહિલા પોલીસ કર્મીની જરૂર હોય ત્યારે નોકરી પુર્ણ થયાં બાદ તુરંત જ બોલાવતાં મહિલા પોલીસ કર્મી અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની ઘણીવાર તુ તુ મે મે થઈ જતી હોય છે. તો પોલીસ સ્ટેશનPI,PSI એ ચલાવવું કેવી રીતે? ગુજરાતના પોલીસ સ્ટેશનની વાત તો દૂર રહી પણ,સૌથી વધારે કપરી સ્થિતિ ય્ત્ન-૧૮ જિલ્લા પોલીસ સ્ટેશનોની છે. તેમાં GJ-18 માં જેટલાં પોલીસ સ્ટેશનો આવે છે તેમાં નર્મદા કેનાલ જ્યાં અઠવાડિયામાં ૪ થી ૫ બનાવો સુસાઈડથી લઈને લાશ તણાઈ આવવાના બનતા હોય છે. જાે મહિલાની લાશ હોય તો મહિલા પોલીસને જાેડે રાખવી પડતી હોય છે.
ત્યારબાદ ગુજરાતનું પાટનગર GJ-18 હોવાથી રોજબરોજ લોકો પોતાના પ્રાણપ્રશ્નો ,રેલી, સરઘસો, રાજકીય પક્ષોની સભાઓથી લઈને અનેક કાર્યક્રમો થતાં હોય છે ત્યારે દરેક પોલીસ સ્ટેશનમાંથી ઉછીનો પાછીનો સ્ટાફ મંગાવવો પડતો હોય છે ત્યારેPI,PSI ને જે સમસ્યા નડે છે તે પોલીસ કર્મી માણસોની નહિ પણ,મહિલા સ્ટાફમાં મોટો પ્રશ્ન બનતો હોય છે.
મહિલા સ્ટાફમાં ઘણી જગ્યાએ માથાફરેલી મંજુલા હોય તોPI,PSIને પણ ગાંઠે નહીં અને જૂનો સ્ટાફ હોય તો સ્ત્રીઓના કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરીનેPI,PSIને ઠંડાગાર કરી દે. હા,સરકાર દ્વારા જે મહિલાઓનું શોષણ થતું હોય , મહિલાઓને અત્યાચારથી લઈને છેડતી જેવા બનાવો બનતા હોય એટલે આ કાયદો સરકાર લાવી છે ત્યારે હવે આ કાયદાનો મિસયુઝ પણ એટલો જ થઈ રહ્યો છે. ઘણીવાર મહિલાઓને પોતાની નોકરી સારી જગ્યાએ અથવા કિમ જગ્યાએ જાેતી હોય અને ન મળે તો મહિલાના કાયદાનો ઉપયોગ કરી લેતી હોય છે ત્યારે ઘણીવાર પોલીસ સ્ટેશન ચલાવવા સ્ટાફની કમી હોવાથી ઘણીવાર પોલીસકર્મી મહિલાઓને ફરજ પર વધારે કામ કરવા સૂચના અપાય તોPI,PSI ઉપર અનેક પ્રકારના બ્રહ્માસ્ત્ર કાયદાનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ ને ટેંશનનો રેલો લાવી દે છે ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઉપર જ્યારે આક્ષેપો થાય છે ત્યારે ખરેખર યોગ્ય તપાસ થવી જાેઇએ. કારણકે, મહિલાઓના કાયદા અને ૪૯૮ માનસિક ત્રાસની ફરિયાદોમા કેટલી ફરિયાદો સાચી હોય છે તે તપાસ અને કોર્ટમાં કેસ ચાલે ત્યારે ખબર પડે બાકી પોલીસ સ્ટેશનો ચલાવવા એ નાની માનાં ખેલ નથી.
કારણકે, સૌથી વધારે જવાબદાર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ હોય એવાPI,PSI હોય છે ત્યારે સૌથી વધારે કર્મચારીઓનાં વિરોધનો ભોગ અધિકારીઓએ જ બનવું પડતું હોય છે. કારણકે પોલીસની નોકરી ૨૪ કલાકની બંધાયેલી છે અને નોકરી, ડ્યુટી પુર્ણ કર્યા બાદ તુરંત જ જાે કોઈ બનાવ બને તો જવું પડે છે ત્યારે ઘણીવાર મહિલા પોલીસકર્મીઓ પોતાને કામ ન કરવું પડે અથવા સારી જગ્યાએ કામ પોસ્ટ મેળવવા ઉચ્ચ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરીને કાયદાના ચુંગાલમાં એવા નીચોવીને બદનામ કરી દે છે કેPI,PSI જેવા ઈનચાર્જ અધિકારીઓ આવી મહિલા કર્મચારીઓથી ૧૦૦ ફૂટ દૂર રહે છે ત્યારે કામ કઈ રીતે કરવું તે પ્રશ્ન વિકટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનો બની ગયો છે ત્યારે હવે મોટાભાગના પો. સ્ટેશનમાંPI,PSI ચેમ્બરમાં હાજર હોય તો કેમેરા અને ઓફિસનો દરવાજાે પણ ખુલ્લો રાખે છે. તથા એક. પોલીસ કર્મીને પણ ત્યાં બેસાડી રાખે છે.
જે અધિકારીઓ સામે આક્ષેપ ન થાય તે માટે ઈનચાર્જ પણ માથાભારે મંજુલાથી ડરી રહ્યા છે. હમણાં જ એક બનાવ ય્ત્ન-૧૮ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ આક્ષેપો કેટલા સાચા છે તે તપાસમાં ખબર પડે બાકીPI,PSIને સૌથી મોટી સમસ્યા મહિલા પોલીસકર્મીઓ પાસે કામ લેવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ ગયું હોવાનું એક પોલીસકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ.