GJ-18 ખાતે જ્યાં સેક્ટરો આવેલા છે ,ત્યાં નાના રોડ ,રસ્તા હોવાથી મહંમદ તઘલઘીના દિમાગ ની ઉપજે તમામ સેક્ટરો માં રોડ પહોળો કરતા પહેલા ડિવાઈડર નાખી દેતા અને બીજી સાઈડની જગ્યામાં ખોદકામ કરી ને પડ્યું રહેવા દેતા ,સેક્ટરોમાં અનેક વાહનો અથડાઈને ખાડામાં પડી જવાના બનાવો બનવા પામેલ છે.તથા અનેક વૃક્ષો નું નિકંદન નીકળી જવા પામ્યું છે.ત્યારે GJ-18ઉત્તરના ધારાસભ્ય ડો.CJ ચાવડા એ કલેક્ટરને પત્ર લખી ને જે સેકટરોમાં રોડ ,રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે.અને રસ્તોઓ પહોળો કર્યા વિના વચ્ચે ડિવાઇડર કામ ચાલુ કરતા રોડો ની પહોળાઈ ઓછી હોવાના કારણે વાહનચાલકોને ખુબજ અડચણ પડી રહી છે. ઘણીવાર ગાડી કે અન્ય સ્કૂટર રોડની નીચે સાઇડમાં ઉતરી જવાના અકસ્માતોના બનાવો બની રહ્યા છે .અને ઘણા લોકોના મૃત્યુ પામ્યા હોવાના બનાવો બન્યા હોવાનું પત્રમાં જણાવ્યું છે.વધુ માં ડો.CJચાવડાએ આ રોડ ,રસ્તા ખોદી નાખતા લોકોને ઇજા , ફેક્ચર જેવા બનાવો બનવા પામેલ છે .જેથી રોડ પહોળો કર્યા બાદ જ વચ્ચેના ડિવાઈડર નું કામ ચાલુ કરવું અને હાલ રોડની ડિવાઈડર નું કામ જે સેક્ટરો માં ચાલુ છે તે તાત્કાલીક અસર થી બંધ કરી દેવું જેથી અકસ્માત અને જાનહાની ટાળી શકાય તેવો પત્ર કલેકટર ને પાઠવ્યો છે.