અમદાવાદમાં અમોલ શેઠ 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠ પર કાયદાનો ગાળિયો વધુ મજબૂત રીતે કસાયો છે. અમોલ શેઠ દ્વારા આચરવામાં આવેલી 1.55 કરોડની છેતરપીંડીનો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી સાબરમતી જેલમાં જ્યૂડીશલ કસ્ટડીમાં રહેલા અમોલ શેઠની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે.
કૌભાંડી અમોલ શેઠના કૌભાંડોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે. સમગ્ર કૌભાંડની તપાસ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની એક ખાસ પેનલ નિમણૂક કરવામાં આવશે. 8થી 10 કે તેનાથી વધુ ફરિયાદો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાશે
તેની સાથે સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે 4 જેટલા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ નિમણૂક કરવામાં આવી છે. અમોલ શેઠની 20 કંપનીઓ ડેટા મેળવી તપાસ કરવામાં આવશે. હજી ઘણા મોટા માથાઓની સંડોવણી સમગ્ર કૌભાંડમાં આવી શકે તેમ છે. બોગસ ડિરેકટરો કંપનીમાં ઉભા કર્યા છે તે બાબતને લઈને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુનો દાખલ કરી શકે છે. અમોલ શેઠે 40 જેટલી હોન્ડા સિટી ગાડીઓ તેની કંપનીના ટોપ એમ્પ્લોયને ગિફ્ટ આપી છે.