ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતી (police jobs) અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગ અને લોક રક્ષક (lok rakshak) ભરતી અંગેના નિયમોમાં છૂટછાટ આપતા ભરતી માટે તૈયારી કરનાર ઉમેદવારોને મોટી રાહત મળી છે. ત્યારેપોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને રાજ્યમાં મળી રહેલા હકો અંગે પણ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. હાલમાં ગુજરાત પોલીસ (gujarat police) માં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ કક્ષાના પોલીસ કર્મચારીઓને ફરજોના કલાકો નક્કી નથી કરવામાં આવતાં. એટલુ જ નહિ, અન્ય કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી. ત્યારે હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. પોલીસ કર્મીઓએ “ગ્રેડ પે અમારો હક” નામથી પોતાની માંગણીઓ પોલીસ વિભાગ સામે મૂકી છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલને 2800 ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200 ગ્રેડ પે આપવાની માંગ ઉઠી છે.