રાજ્યના પોલીસ કર્મચારીઆને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓ મળવી જોઇએ : શૈલેષ પરમાર

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • દાણીલીમડાના કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી

 

 

ગાંધીનગર

 

ગુજરાત વિધાનસભા ના કૉંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવવામાં આવ્યું છે

કે, રાજ્યના વિવિધ કર્મચારી યુનિયનોની રજૂઆત બાદ જે-તે કર્મચારીઓના ગ્રેડ-પે અને અન્ય સુવિધાઓમાં રાજ્ય સરકાર દ્વારા સુધારા કરવામાં આવે છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની ફ૨જ રાજ્ય સરકારની છે. રાજ્યના પોલીસ કર્મચારીઓના નીચે મુજબના પ્રશ્નો છે, જેનું સત્વરે હકારાત્મક નિરાકરણ આવે તે જરૂરી છે. રાજયના એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ-પે અન્ય કર્મચારીઓ કરતાં ઓછા છે. પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેમાં સુધારો કરી રૂા. ૪,૨૦૦, ૩,૬૦૦, ૨,૮૦૦ કરવા જોઈએ. રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને મળતા વર્ષો જૂના ભથ્થાની ૨કમમાં સત્વરે પૂરતો વધરો ક૨વો જોઈએ. રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓના ફરજનો સમય નક્કી કરવો જોઈએ અને ૮ કલાકથી વધારેની નોકરીમાં તેઓને યોગ્ય વળતર આપવું જોઈએ તથા વિવિધ સીઝન મુજબ સુરક્ષાના સાધનો પૂરા પાડવા જોઈએ. રાજ્યના તમામ વિભાગોમાં કર્મચારીઓના થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવે છે, માત્ર પોલીસ તંત્રમાં યુનિયન બનાવવાની પરવાનગી નથી. રાજ્યના પોલીસ કર્મચારીઓને પણ યુનિયન બનાવવાનો અધિકાર મળવો જોઈએ.

રાજ્યના અન્ય જિલ્લામાં કે અન્ય રાજ્યમાં તપાસ કે બંદોબસ્તમાં જતા પોલીસ કર્મા૨ીઓને સરકારી વાહન તથા અન્ય સુવિધાઓ આપવી જોઈએ અને ભથ્થા સીધા બેંક ખાતામાં જમા થવા જોઈએ. સસ્પેન્ડ થયેલ કર્મચારીઓની તપાસ વહેલીતકે પૂર્ણ કરી નિર્દોષ કર્મચારીઓને સત્વરે ફરજ પર હાજર કરવા જોઈએ.

રાજ્યના પોલીસ તંત્રમાં ફીક્સપગાર પ્રથા નાબૂદ કરવી જોઈએ અને સાતમા પગારપંચ મુજબ તમામ કર્મચારીઓને પગાર આપવો જોઈએ.

દૂરના જિલ્લામાં કે વતનથી દૂરના સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકતા નથી. પોલીસ કર્મચારી પોતાન્ત પરિવાર સાથે રહી શકે તે માટે તેઓની વતનના જિલ્લામાં જ આંતરિક બદલી કરવી જોઈએ. રાજ્યના તમામ પોલીસ કર્મચારી/અધિકારી રજાના દિવસે ફરજ બજાવે તો તેવા તમામ કર્મચારી/અધિકારીને રજાના દિવસનો પગાર ચૂકવવો જોઈએ. પોલીસ કર્મચારીઓને ચૂકવાતો રજા પગાર છઠ્ઠા પગારપંચ મુજબ ચૂકવવામાં આવે છે, જેના બદલે સાતમા પગારપંચ મુજબ રજા પગાર ચૂકવવો જોઈએ. પોલીસ કર્મચારીઓને સાયકલ ભથ્થું રૂા. ૨૦/- ચૂકવવામાં આવે છે, જે વર્ષો જૂનું છે. પ્રવર્તમાન સમય મુજબ પોલીસ કર્મચારીઓ સાયકલના બદલે મોટરસાયકલ વાપરતા હોઈ સાયકલભથ્થું રદ કરી તેના બદલે મોટરસાયકલનું ભથ્થું તેઓને ચૂકવવું જોઈએ. રાજ્ય અનામત પોલીસ દળમાં જવાનોની દર ત્રણ માસે બદલી કરવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લાદીઠ ગ્રુપ ન હોવાના કારણે જવાનોને જિલ્લા બહાર અને વતનથી દૂરના સ્થળે ફરજ સોંપવામાં આવે છે, જેથી તેઓ પોતાના પરિવારથી લાંબા સમય માટે દૂર રહે છે. આ પ્રશ્નના નિરાકરણ માટે દરેક જિલ્લામાં ગ્રુપ/હેડક્વાર્ટર બનાવવું જોઈએ અને જવાનોની બદલીનો સમયગાળો ત્રણ માસના બદલે વધારે રાખવો જોઈએ કે તેમને સ્થાયી રાખવા જોઈએ. રાજ્યના પોલીસ કર્મચારીઓના હિતમાં ઉક્ત પ્રશ્નોનો સત્વરે હકારાત્મક નિકાલ આવે તેવી કાર્યવાહી કરવા શૈલેષ પરમારે માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com