આજરોજ તારીખ 27 10 21ના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી મંડળની બેઠક મળી હતી , જે સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે મિડીયા સાથે વાતચિત કરેલ. તેમના જણાવ્યા મુજબ આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધી મગફળીની ખરીદી માટે 253000 જેટલા ખેડૂતોએરજીસ્ટ્રેશન કરાવેલ છે ,જ્યારે ડાંગની ખરીદી માટે 37 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.આ રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને આ રીતે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કટિબદ્ધ છે. વાહન વ્યવહાર વિભાગ માં ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધી સેવાઓ માટે ગામડાઓમાં ઇ-ગ્રામ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી હતી. તેમજ શૈક્ષણિક ,લોન કોચિંગ સહાય, યોજના સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય ,કોચિંગ બિલ સહાય ,ભોજન બિલ સહાય વગેરે જેવી શૈક્ષણિક સહાયની જાહેરાત કરી હતી તેમજ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ યોજનામાં લગભગ 4 લાખ 20 હજાર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.તેવી જ રીતે શૈક્ષણિક કર્મચારીઓ એ લગભગ ચાર કરોડ રૂપિયા જેટલી ખાદીની ખરીદી કરીને નાના લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયાસ કરેલ છે.આ તકે ભુપેન્દ્રભાઈ પટેલે 90 દિવસ સુધી ખાદીની ખરીદી પર વળતર આપવાની આપવાની જાહેરાત કરી હતી .આ મિટિંગમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી શનિવારથી જ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે તેમજ તારીખ 28ના રોજ રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમજ તારીખ 31 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યાનું જણાવ્યું હતું.