એરફોર્સ કર્મચારી કાનપુરમાં ઝીકા વાયરસનો ભોગ બન્યા બાદ અહિંયા સ્વાસ્થ્ય ટીમો નીરિક્ષણ કરી રહી છે. વિશેષજ્ઞોની ટીમ દ્વારા સતત ધ્યાન રાખવામનાં આવી રહી છે.
કુલ 9 લોકો એવા છે કે જેમનામાં ઝીકા વાયરસના લક્ષણો મળી આવ્યા છે. જેથી તેમના સેમ્પલ લઈને તેમને લખનઉ મોકલવામાં આવ્યા છે.
જે લોકોમાં ઝીકા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તે લોકો પર્દેવનપુરવા અને પોખરપુરવાના રહેવલા છે. તે સિવાય 16 ગર્ભવતી મહિલાઓ પણ જેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રની ટીમ સિવાય અહિયા WHOની ટીમ દ્વારા પણ સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ઝીકા વાયરસને લઈને ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના લોકો એલર્ટ થઈ ગયા છે. જે ઘરમાંતી ઝીકા વાયરસ મળ્યો છે. સતેની આસપાસના 55 હજાર ઘરોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમા સ્વાસ્થ્ય વિભાગની 70 ટીમો કામે લાગી ગઈ છે. આ ટીમો 14 દિવસમાં બે વખત દરેક ઘરનો સર્વે કરશે.
આપને જણાવી દઈએ કે જાજમઉ પોરખપુરમાં રહેતા એરફોર્સ કર્મચારીમાં ઝીકા વાયરસની પુષ્ટી થઈ હતી. જેથી તેના સંપર્કમાં આવેલા 31 લોકોનું પણ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જોકે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 9 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ એકઠા કરવામાં આવ્યા છે. સાથેજ 16 ગર્ભવતી મહિલાઓનું પણ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.