સુપ્રીમ કોર્ટે ગુરૂવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સીને વર્ષ 2021 માટે ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિઝમાં એડમિશન માટે થનારી રાષ્ટ્રીય પાત્રતા કસોટી (NEET)ના રિઝલ્ટ જાહેર કરવાની મંજૂરી આપી છે.સુપ્રીમ કોર્ટે 2 વિદ્યાર્થીઓના ફરી પરીક્ષણ પર બોમ્બે હાઈકોર્ટે આદેશ પર રોક લગાવતા NEET UG રિઝલ્ટ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.બોમ્બે હાઈકોર્ટે એનટીએને રીઝલ્ટ જોહેર નહીં કરવા માટે કહ્યું હતું. કારણ કે, બે ઉમેદવારોએ એવો દાવો કર્યો હતો કે, 12 સપ્ટેમ્બરે આયોજીત કરવામાં આવેલી એનઈઈટી પરીક્ષા દરમિયાન તેમની પરીક્ષા પુસ્તિકા અને ઓએમઆર શીટ મિક્સ થઈ ગઈ હતી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, દિનેશ માહેશ્વરી અને બીઆર ગવઈની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આજે આદેશ આપ્યો છે. કે, અમે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવીએ છીએ. એનટીએ નીટ યુજી રિઝલ્ટ જાહેર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બે વિદ્યાર્થીઓના વાંકે 16 લાખ વિદ્યાર્થીઓના રિઝલ્ટ પર રોક લગાવી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે આદેશમાં કહ્યુ હતું કે, નીટ પરીક્ષા બે વિદ્યાર્થી, વૈષ્ણવી ભોપાલી અને અભિષેક શિવાજી માટે લેવાવી જોઈએ. જેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમને ખોટા સીરીયલ નંબર સાથે પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપવામાં આવી હતી.
કેન્દ્રએ બોમ્બે હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાનું નક્કી કર્યું. જેમાં કહેવાયું હતું કે, એનટીએ રિઝલ્ટ તૈયાર થવા પર તેને જાહેર કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે પોતાની અપીલમાં કહ્યુ છે કે, નીટ રિઝલ્ટમાં મોડુ થવાથી મેડિકલ એડમિશનને અસર થશે.