ગોવાના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન 

Spread the love

 

અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતિઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજવામાં આવે છે.

તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં ગોવાના મુખ્યમંત્રીશ્રી ડૉ. પ્રમોદ સાવંત મુખ્ય મહેમાન તરીકે અને ગુજરાતના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યું હતું અન્ય મહાનુભાવોમાં ગોવા રાજ્યના ભાજપ પ્રમુખ શ્રી,ગોવા રાજ્યના એન.આર.આઇ. કમિશનના ચેરમેનશ્રી, પણજીના ધારાસભ્યશ્રી અને પણજી નગર નિગમના મેયરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી અને સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા ૦૬ (છ) મહાનુભાવોનું ગોવા રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ડૉ.પ્રમોદ સાવંત અને ગુજરાત રાજ્યના માન.રા.ક. મંત્રીશ્રી (બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ) ગૃહ શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યાઅને બપોર પછીના સેશનમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી.

ગુજરાતના ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, ગોવા અને ગુજરાત ઘણી બાબતોમાં સામ્યતા ધરાવે છે. અને ગોવામાં રહેતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતને ભુલ્યાં નથી.અને ગોવાવાસી બનીને રહ્યા છે. અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બિન-નિવાસી ગુજરાતીઓને  વતન સાથે સાંકળવા પહેલ કરી હતી. તેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને વિવિધ રાજયોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરી યુવા બિન-નિવાસી ગુજરાતી અને અન્ય તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડી રાખવા પ્રયાસ કરીએ છીએ. તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આમંત્રણને માન આપી ગોવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ડૉ.પ્રમોદ સાવંત હાજર રહ્યા. તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

ગોવાના મુખ્યમંત્રીશ્રી ડૉ.પ્રમોદ સાવંત પોતાના વક્તવ્યમાં દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળ જે કામગીરી કરી રહ્યા છે, તેની યાદ તાજી કરી ગુજરાત સરકારના કાર્યક્રમને અન્ય રાજ્યોએ પણ અનુસરવા જેવો છે તેવા ઉલ્લેખ સાથે ગોવા રાજ્યમાં રહેતા બિન –નિવાસી  ગુજરાતીઓ તેમના રાજ્યમાં સાકરની જેમ ભળી ગયા છે તેમ જણાવીને ગૃહ અને એન.આર.જી. મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ હાથ ધરાઇ રહેલી કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં સચિવ(NRI) શ્રી ધનંજય દ્વિવેદી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણજી ગુજરાતી યુવક મંડળના પ્રમુખ શ્રીમતી કાજલબેન શાહ, મડગાંવ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી બાલમભાઇ સાઘાણી, એન.આર.આઇ. પ્રભાગના અધિક સચિવ શ્રી એન. પી. લવિંગીયા, એન.આર.જી. ફાઉન્ડેશનના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગોવા રાજ્યના ભાજપ પ્રમુખ શ્રી સદાનંદ શેટ તાનાવડે, ગોવા રાજ્યના એન.આર.આઇ. કમિશનના કમિશ્નરશ્રી નરેન્દ્ર સાવઈકર અને પણજી નગર નિગમના મેયરશ્રી રોહિત મોન્સરેટ સહિત ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના જુદા જુદા ૦૯ (નવ) શહેરોના આમંત્રિત ૨૫૦ થી વધુ બિન-નિવાસી ગુજરાતીઓ, ખ્યાતનામ મહાનુભાવો અને ગોવા સરકારના એન.આર.આઇ. અફેર્સ સાથે સંકળાયેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com