GJ-18 બાર એસો.ના પ્રમુખ લાલસિંહ ગોહિલ ની સહી થી બાર એસો.ની મીટીંગ પ્રમુખશ્રી ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નક્કી કરેલ એજન્ડા મુજબ ગુજરાત એડવોકેટ ટુલ્સ ૨૦૧૫ મુજબ BCE એ તા.૧૭/૧૨/૨૦૨૧ ના રોજ ચૂંટણી યોજવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેના અનુસંધાને GJ-18 બાર એસો.ની આગામી ચૂંટણી માટે ચૂંટણી કમિશનર તરીકે સંજય સિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા અને સહ ચૂંટણી કમિશનર તરીકે તરુણ કનુભાઈ ભાનુસાળી ના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આગામી તારીખ ૧૭/૧૨/૨૦૨૧ ના રોજGJ-18 બાર એસો.ની ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી કમિશનરને સંપૂર્ણ સભા આપી ચૂંટણી કમિશનર દ્વારા બાર એસો.ની વર્ષ ૨૦૨૨ માટેની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.
ચૂંટણી લોકશાહી ઢળે અને એ નિરવિવાદ પૂર્ણ કરવા સાથે જેની પ્રસિદ્ધિ યાદી પણ જાહેર કરવામાં આવેલ છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ . ૨૨/૧૧/૨૧ થી ૨૪/૧૧/૨૧ સાંજે ૪ઃ૦૦ વાગ્યા સુધી, ચકાસણી તા.૨૫/૧૧/૨૧, ઉમેદવારી પાછું ખેચવાની તારીખ ૨૬/૧૧/૨૧ બપોરે ૨ઃ૦૦ વાગે, હરીફ ઉમેદવારોના આખરી યાદી ૨૬/૧૧/૨૦૨૧ સાંજે ૪ઃ૦૦ વાગે,તથા ચૂંટણી તારીખ ૧૭/૧૨/૨૧ ના રોજ યોજાશે,
વધુમાં પ્રમુખના ઉમેદવાર માટે ડીપોઝીટ -૫૦૦૦, ઉપપ્રમુખ-૨૫૦૦, મહામંત્રી-૨૫૦૦, સહમંત્રી-૨૧૦૦, ખજાનચી ૨૧૦૦, લાઇબ્રેરી સેકેટરી-૧૫૦૦,ન્ઇ-૧૫૦૦, કારોબારી સભ્ય-૧૧૦૦, નિયુક્ત કરવામાં આવ્યો હોવાનું પ્રમુખ લાલજી ગોહિલ, ઉપ પ્રમુખ સુનિલ રાઠોડ દ્વારા પત્રમાં જણાવ્યું છે.