આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે “સુશાસન સપ્તાહ” નિમિત્તે રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરાયું

Spread the love

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , મંત્રી ઋષિકેશ પટેલ , બ્રિજેશ મિરઝા , પ્રદીપસિંહ પરમારના હસ્તે દીપ પ્રગટાવી શુભારંભ

  • ………..

અમદાવાદ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ” “સુશાસન સપ્તાહ” નિમિત્તે રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્રો ,એપ્રેન્ટિસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલ તેમજ આઈ.ટી.આઈ. સંસ્થાકીય સ્ટાઇપેન્ડનું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લૉન્ચિંગ, આઈ.ટી.આઈ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા ઈ-શ્રમ કાર્ડના વિતરણ કાર્યક્રમનું દિપ પ્રગટાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કુલ-૫ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૧,૬૭,૩૫૬ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવેલ તથા છેલ્લા પાંચ વર્ષ (વર્ષ: ૨૦૧૬-૧૭ થી ૨૦૨૦-૨૧)માં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૧૭,૩૧,૭૫૯ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.

ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૧-૨૨ માં કુલ ૩૮,૩૦૨ યુવાનોને એપ્રેન્ટીસશીપ માં જોડવામાં આવ્યા છે તથા વર્ષ ૨૦૧૮-૧૯ થી હાલ સુધી ૧,૯૬,૧૯૭ યુવાનોને એપ્રેન્ટીસશીપ માં જોડવામાં આવ્યા છે.

 

ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણના હસ્તે વિતરણ

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના હસ્તે વિતરણ

મંત્રી પ્રદીપસિંહ પરમારે અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે નું બુકેથી સ્વાગત કર્યું

……….

રાજ્યમાં આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા/ગ્રાન્ટ ઇન એઇડ ઔધોગિક તાલીમ કેન્દ્રોમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થિઓને સંસ્થા ખાતેની કુલ મંજૂર બેઠકોના ૩૩.૩૩ ટકા તાલીમાર્થિઓને મેરીટના ધોરણે ચુકવવામાં આવે છે. આ સંસ્થાકીય સ્ટાયપેન્ડનું ચુકવણુ ડી.બી.ટી ના માધ્યમથી ઓનલાઇન થાય તે માટે “ સંસ્થાકીય સ્ટાયપેન્ડનું” ડિજીટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ કરવાથી તાલીમાર્થીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર સીધી ઓનલાઇન અરજી કરી શકશે, તાલીમાર્થી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે અને તાલીમાર્થીને ચુકવણું તેમના બેંક ખાતામાં થઇ શકશે.આ મોડ્યુલની સુવિધા થતા નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ(એન.એ.પી.એસ) મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગ સ્કીમ (એમ.એ.ટી.એસ) સ્કીમમાં નીચે મુજબના ફાયદા થશે. ડેશબોર્ડ સુવિધાથી એન.એ.પી.એસ/ એમ.એ.ટી.એસ ક્લેમનું સચોટ એનાલિસીસ,

એન.એ.પી.એસ/એમ.એ.ટી.એસ ક્લેમ રકમનું Digital Disbursement માટે સ્પષ્ટ ગણતરી કરી આપતુ મોડયુલ,એન.એ.પી.એસ / એમ.એ.ટી.એસ ક્લેમનું વિવિધ લેવલ પર Easy controlling Paperless Submission , એન.એ.પી.એસ / એમ.એ.ટી.એસ ક્લેમ Statusનું ઝડપી અને સચોટ ટ્રેકીંગ – એન.એ.પી.એસ / એમ.એ.ટી.એસ ક્લેમ માટે સરકાર અને એકમો વચ્ચે પારદર્શિતા પુરૂ પાડતું માધ્યમ ,

નવીન આઇ.ટી.આઇ. ભવનનું લોકાર્પણ થયું.

રાજ્યની કુલ ૨૮૮ સરકારી આઈ.ટી.આઈ. પૈકી ૨૬૩ આઈ.ટી.આઈ. પોતાના મકાનમાં કાર્યરત છે. બાકીની ૨૫ આઈ.ટી.આઈ. પૈકી ૨૧ આઈ.ટી.આઈ. ના બાંધકામની કામગીરી પ્રગતિમાં છે અને ૦૪ આઈ.ટી.આઈ. ને હાલમાં નવિન મકાન બાંધકામની જરૂરીયાત નથી. આમ, રાજ્યની તમામ સરકારી આઈ.ટી.આઈ. માટે પોતાના મકાનનો ઉદ્દેશ્ય પરીપૂર્ણ થયેલ છે.

તા.૨૭-૧૨-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ- ૨૯,૫૦,૪૪ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયનાં કુલ ૫૦,૦૦૦ થી વધુ રોજગાર નિમણુક પત્રો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે .આમ, રોજગાર ભરતીમેળાના આયોજન થકી રાજ્યના યુવાધનની રોજગારીમાં વધારો કરવાનો રાજય સરકારનો અભિગમ છે.

આ કાર્યક્રમમાં કુલ ૩૦,૦૦૦ થી વધુ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને એપ્રેન્ટીસશીપ પત્રો એનાયત કરાયા હતા. જેથી ઉદ્યોગગૃહોને કુશળ માનવબળ પૂરૂ પડાશે જેના કારણે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે અને યુવાધનને ઉદ્યોગોની જરૂરીયાત મુજબ તાલીમબધ્ધ કરી રોજગારક્ષમ બનાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ ઇ -શ્રમ પોર્ટલ ઉપર તા.૨૮/૧૨/૨૦૨૧ સુધીમાં ૩૦,૯૨,૨૯૮ અસંગઠિત શ્રમિકોની નોંધણી થયલે છે જેમાં મુખ્યત્વે છુટક મજૂરી, કૃષિ પશુપાલન સ્વરોજગાર, ધરખાતે કામ કરતા, બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકોનો સમાવેશ થાય છે. છે શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત માં મૃત્યુ કે કાયમી વિકલાંગતા આવે તો રૂ. 2 લાખની સહાય મળવાપાત્ર છે. અને અંશતઃ વિકલાંગતાના કિસ્સામાં 1 લાખની સહાય મળવાપાત્ર છે. ઇ-શ્રમ પોર્ટલથી અસંગઠિત શ્રમયોગીઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહયો છે.

આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને સંસ્થાકીય સ્ટાઇપેન્ડ “ડીજીટલ ગુજરાત”ના માધ્યમથી ચૂકવણા અંગેની સેવાઓ શરુ કરવામાં આવશે. જેનાથી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને પોર્ટલ આધારીત સમયસર તેમના ખાતામાં પારદ રીતે સીધા જ સ્ટાઈપેન્ડ ચૂકવવાનો અભિગમ છે.

એપ્રેન્ટિસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલ દ્વારા સંબંધિત ઈન્ડસ્ટ્રીઝને તેઓના ખાતામાં સીધા જ પારદર્શક પેમેન્ટ કરવામાં આવનાર છે.

છોટાઉદેપુર જીલ્લા ખાતે રૂ.૭.૭૨ કરોડના ખર્ચે ૦૮ વર્કશોપ, ૦૮ થિયરીમો તેમજ ૦૫ અન્ય રૂમોની સુવિધા સાથે નવીન આઈ.ટી.આઈ.ના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનાથી જીલ્લાની તાલીમ સુવિધાઓમાં વધારો થશે તેમજ જીલ્લાના યુવાધનને ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ આપી શકાશે. આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો), પ્રદીપભાઇ પરમાર [મંત્રી, સામાજીક ન્યાય અને અધિકારીતા), બિજેશકુમાર મેરજા [મંત્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (રા.ક.)] તથા જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી, કુટિર ઉદ્યોગ સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (રા.ક.)] તેમજ સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ અને રાકેશ શાહ , ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગ્લે,સહિત ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com