પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી એક પુરુષ (પતિ)ની રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે કે પત્ની ભલે કમાતી હોય, પતિ કાયદેસર અને નૈતિક રીતે તેનું ભરણપોષણ ચૂકવવા માટે બંધાયેલો છે.
અરજદારે ૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ મોગા જિલ્લા ન્યાયાધીશ (ફેમિલી કોર્ટ) દ્વારા પત્નીને દર મહિને ૩,૫૦૦ રૂપિયા અને સગીર પુત્રીને ૧,૫૦૦ રૂપિયાના વચગાળાના ભરણપોષણના આદેશને પડકારતી સમીક્ષા અરજી દાખલ કરી હતી.
અરજદારના જણાવ્યા મુજબ તેણીના લગ્ન ૨૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ થયા હતા અને તેમની પુત્રીનો જન્મ માર્ચ, ૨૦૧૮માં થયો હતો અને તે તેની માતા સાથે રહે છે. તેણે કહ્યું કે તેની પત્નીના ઝઘડાળુ સ્વભાવને કારણે તેઓ અલગ રહેવા લાગ્યા હતા.
અરજદારે દલીલ કરી હતી કે તેની પત્ની એમએ, બીએડ છે અને શિક્ષિકા તરીકે પોસ્ટેડ છે જેના કારણે તેને સારો પગાર મળે છે જ્યારે તેણે કોરોનાને કારણે નોકરી ગુમાવી દીધી છે અને તે તેના પિતા પર ર્નિભર છે.જસ્ટિસ રાજેશ ભારદ્વાજની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને, આ સુસ્થાપિત કાયદો છે કે પત્ની કમાતી હોવા છતાં, પતિ કાયદેસર અને નૈતિક રીતે તેને ભરણપોષણ ચૂકવવા માટે બંધાયેલ છે.