જયરાજસિંહ બાદ AMC વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ 

Spread the love

અમદાવાદ

ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. એક પછી એક નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.રાજીનામુ આપ્યા બાદ તેમણે પહેલી પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં જિલ્લે જિલ્લે એજન્સી પ્રથા શરૂ કરી છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, અને જો તેમને મળ્યો હોત તો તેમના નવ રત્ન ગુજરાતમાં સારુ કામ કરે છે તેવુ ખોટુ કહેવુ પડ્યુ હોત. તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહિ.

Amc પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. ત્યારે તેમનો કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર સામે આવ્યો છે. પરંતુ રાજીનામાના પત્રની કાયદેસરતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. રાજીનામાં માટે amc વિપક્ષી નેતાના લેટરપેડનો ઉપયોગ કરાયો છે. હાલ દિનેશ શર્મા કોર્પોરેટર પણ ન હોવાથી તેઓ આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકે. તેમણે રાજીનામુ આપવા માટે કોર્પોરેશનના લેટરપેડનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. રાજીનામાના પત્રમાં વર્ષનો પણ ઉલ્લેખ ખોટો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com