ભાજપમાં એવા ઘણા જ મંત્રીઓ ધારાસભ્યો લઈને કરોડપતિ છે પણ ગુજરાતના કેબિનેટ મંત્રી મોટી મોટી મુછો રાખે પણ એકદમ કોમન મેન અને સીધાસાદા એવા અર્જુન સિંહ ચૌહાણ દ્વારા ખાત્રજ પંચવટી થી સરસવણી સુધીની પદયાત્રાનો પ્રારંભ તારીખ ૨૭ /૨/૨૦૨૦(રવિવારના) રોજ સવારે ૧૦ વાગ્યે પ્રસ્થાન કરશે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે આ યાત્રાનો પ્રારંભ કરવા લીલીઝંડી આપવા જ રહેવાના છે. પૂજ્ય રવિશંકર મહારાજ ની ૧૩૮ મી જન્મ જયંતી નિમિત્તે તેમની જે વિચારસરણી હતી તે વિચારસરણીમાં ‘‘ઘસાઈને ઉજળા થઈએ’’ ‘‘બીજાના ખપમાં આવીએ’’ તે તેમનું વ્યક્તિત્વ હતું. ત્યારે અર્જુનને કહો ચડાવે બાણ નહીં પણ ચલો પદયાત્રા કી ઓર, વ્યસનમુક્તિ, કુરિવાજાે, સેવા, વિચારોની આપ-લે કરીને પદયાત્રામાં જાેડાઈને પૂજ્ય મહારાજની વિચારસરણીને અનુસરીએ.
પૂજ્ય રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫/૨/૧૮૮૪ માં મામાનાં ગામ રઢુમાં થયેલો, ત્યારે તેમનું વતન સરસવણી જે મહેમદાવાદ ખાતે આવેલું છે. ગાંધી, સરદારનો બોલ ઝીલનાર રવિશંકર મહારાજે દેશ માટે અનેક સેવા કરેલી છે. બહારવટિયાઓનું હૃદય પરિવર્તન કરાવેલ, દુષ્કાળ, પૂર, રોગચાળામાં રાત-દિવસ સેવા કરેલ. ૭૦ વર્ષની ઉંમરે છ હજાર કિલોમીટરની યાત્રા કરેલ હતી. ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજની વિચારધારાને આજે પણ અર્જુનસિંહ વળગી રહ્યા છે. આજે આ મંત્રી પાસે પોતાની કાર પણ નથી. એક રૂમ રસોડાના મકાનમાં રહે છે. ત્યારે પ્રજાના કામોમાં હર હંમેશા એક્કો અને સૌથી વધારે મહત્વ પોતે સમૂહલગ્નોને વધારે આપે છે. દેશમાં વ્યસન મુક્તિ, કુરિવાજાે હજુ જાેઈએ તેટલા નાબૂદ થયા નથી. સારી વિચારધારા અને પૂજ્ય રવિશંકર મહારાજના પગલે હવે મધ્ય ગુજરાતના યુવાનો – યુવતીઓ જાણે મહારાજના જે વિચારો છે તેમાં વ્યસનમુક્તિમાં હજારો લોકો વ્યસન હોય તો તિલાંજલિ આપે તે ઉદ્દેશથી આ યાત્રાનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પ્રારંભ કરવાના છે અને પોતે આ યાત્રામાં તમામ રૂટમાં ફરીને ગામેગામ પૂજ્ય રવિશંકર મહારાજની વિચારધારા તમામ લોકોમાં આવે તે પ્રયત્ન અને ઉદ્દેશથી વિચારધારા એવી પદયાત્રાનું આયોજન કરેલ છે.