ગુજરાતમાં અત્યારે ભાજપમાં પ્રવેશવાની ફેશન ચાલી છે, પણ ભાઈ ભાજપમાં ૪૦ વર્ષથી જૂના કાર્યકરો બૂમો પાડે છે ,તેનું શું ? પાંચ વર્ષમાં પાટીદાર સમાજના પાસ ,એસ .જી.પી. માંથી અનેક નામાંકિત એવા નેતાઓ રેશમા પટેલ, વરૂણ પટેલ, કેતન પટેલ થી લઈને અનેક ભાજપમાં જાેડાયા ,શું કાંદા કાઢી લીધા ? એ પછી આપ પાર્ટીમાંથી અનેક નેતાઓ સ્ટેપબાય સ્ટેપ ભાજપમાં જાેડાઇ રહ્યા છે ,ત્યારે હમણાં જ વિજય સુવાળા ભાજપમાં જાેડાયા ત્યારે કોંગ્રેસના આગેવાન અને મીડિયા પ્રવક્તા જયરાજસિંહ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે વિજયભાઈને ડાકલા વગાડતા સારું આવડશે , ભૂવા અને ભજનમાં સારું ફાવશે, ત્યારે વિજયભાઈ તો ડાકલા વગાડશે ,હવે તમે ભાજપમાં એન્ટ્રી બાદ ભાજપના પાટલા થપથપાવશો કે કેમ?
ગુજરાતમાંથી સી.આર.એવા ચાણક્ય ઝવેરીએ લખોટીઓ હોય તેમાં કંચો કે અંટો જે તમામને આંટી દે તે ચોઇસ કરીને કોંગ્રેસના કંચાને ઉપાડ્યો છે. પણ અગાઉ જેટલા ભાજપમાં ગયા તેમાં ટોપ લેવલે હોય તેમની યાદી વાંચશો અથવા ધ્યાન રાખશો. ૩૭ વર્ષ થી જયરાજસિંહે પાર્ટી સાથે રહીને કામ કર્યું તો જયરાજસિંહ તમારા જેવા ઘણા જે નેતાઓ છે, કે જેમને ટિકિટ મળી ,ફોર્મ ભરાઈ ગયું અને મેન્ડેટ બદલાઈ ગયું, જાન ફળીએ આવ્યા બાદ વરરાજા બદલાઈ જાય તો પણ એવા નેતા આજે કોંગ્રેસમાં અકબંધ રહ્યા છે ,તે નિશિત વ્યાસ, ત્યારે બીજા હિમાંશુ પટેલ ની ટિકિટ કન્ફર્મ હતી અને નેતાઓના ક્વોટામાં ટિકિટ કપાઈ ગઈ ,નવો ચહેરા અલ્પેશજી ઠાકોર આવ્યા અને તેમના કવોટામાં થી ગોવિંદજી ઠાકોર ને ટિકિટ મળી, એ દુઃખ હિમાંશુ પટેલને પણ પૂછશો, મુકેશ પટેલ આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ જેઓ અગાઉ કોંગ્રેસના શહેર પ્રમુખ હતા, આ બધાએ ભોગવ્યું છે. ૩૭ વર્ષથી આપ કોંગ્રેસમાં છો ,તો જણાવો કે ૨૭ વર્ષથી એક હથ્થું શાસન ભાજપનું છે, તો કોંગ્રેસને સત્તા મળી જ નથી ,નહીતર કોઈ ચેરમેનની પોસ્ટ ઉપર હોત તો નવાઈ નહીં , હા, રાજ્ય સભા ના સભ્ય તરીકેની તમારી લાયકાત છે.અને ફાયરબ્રાન્ડ તરીકે નું તમને કોંગ્રેસમાંથી ઉપનામ મળ્યું છે.હવે કોંગ્રેસના પહેલાં ગિરીશ પરમાર પોતે ધારાસભ્ય હતા ,અને ભાજપમાંથી ટિકિટ લીધી પણ હારી ગયા, ત્યારે તેમની સાથે કોંગ્રેસના પ્રવક્તા જયંતી પરમાર પણ જાેડે જાનમાં જાેડાઈ ગયા હતા ,ગિરીશ પરમાર તો ઠેકાણે પડી ગયા ,પણ સાથે જાનમાં આવેલા જાનૈયા એવા જયંતી પરમાર આજે પણ ભલે ભાજપમાં હોય ,પણ મનમાં એકકોર દુઃખ કોંગ્રેસમાં જે પ્રવક્તા નો વટ હતો તેનો વસવસો ભાઈ સાંભળેલો છે. આપશ્રી ભાજપમાં ગયા અને આગળ વધો તેવી લાગણી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપો એવી અભ્યર્થના, પણ ભાજપે તમને કદાચ ખેરાલુ ની ટિકિટ આપશે તો ચુટાશો તેની ગેરંટી ખરી? વર્ષોથી જેમ તમે ૩૭ વર્ષ કાઢ્યા તેમ ભાજપમાં ૪૦ વર્ષ કાઢેલા ની સંખ્યા લાખોમાં છે ,તે યાદ રાખજાે. રેશમા પટેલ ,વરૂણ પટેલ ,કેતન પટેલ, જયંતી પરમાર, ગિરીશ પરમાર થી લઈને અનેક સંખ્યા છે. જે ભાજપમાં ગયા બાદ આજે ક્યાં છે ? તેની તપાસ કરાવજાે.
જયરાજસિંહ ને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેઓ એક સારા જવેરી છે ,જે હીરા ને પારખીને લઈ ગયા ,નાના બાળકો લખોટી રમતા હોય ત્યારે કંચો કે અંટો જે તમામ લખોટી માંથી એકને ઉડાડે અને બધી લખોટી ને જીતીને લઈ લઈ જાય ,એવો કોંગ્રેસનો કોહીનૂર ગણો કે અંટો ઉપાડીને લઈ તો ગયા છો ,પણ આ કંચાને સાચવજાે, બાકી અનેક ભાજપમાં જાેડાયા ,તેમા આ એક એન્ટીક પીસ ગણાય તો નવાઈ નહિ, કોંગ્રેસનો કોઈનુર ગણો કે અંટો, પણ હા ,જયરાજસિંહ ૩૭ વર્ષ તમે પાર્ટીમાં કાઢ્યા ,એવા કોંગ્રેસમાંથી અનેક લોકોએ ૪૦ વર્ષથી વધારે સેવા આપી છે. તેના કરતાં ભાજપમાં સંખ્યા જાેઈ લેજાે, બાકી ૨૭ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાસે સત્તા હોય તો તમને કંઈક પદ આપે, બાકી લુમ આપે ,ફાયર બ્રાન્ડ તરીકે તમે પ્રચલિત થયા તે કોંગ્રેસ ને આભારી છે. હવે ફાયરબ્રાન્ડ નું બિરુદ બાદ કંઈક ઊંચું બિરુદ બોમ્બરનુ મેળવો તેવી શુભકામના…. બાકી ફાયર બ્રાન્ડો જે હતાં તેમાં હવે તમે ૫૫૫ નો બોમ્બ, લક્ષ્મી ના ટેટા ફોડવાને લાયક રહો છો ,કે પછી લવિંગિયા ? એ આવનારો સમય બતાવશે.
ભાજપ સામે નબળો ઉમેદવાર મૂકી દે, અથવા કોઈના ક્વોટા માં ટિકિટ મળી જાય, ત્યારે એવા ઘણા જ ચુસ્ત નેતા ઓએ હર હર મહાદેવની જેમ ઝેરના ઘૂંટડા પીધા છે. જેઓને તમે ઓળખો છો, તેમાં નિશિત વ્યાસ ,હિમાંશુની વાત કરીએ તો એ ઘુટડા તમે સહન કરી શકો ખરા ?ભાજપમાં ભરતી ચાલી રહી છે, પણ મને એ ખબર છે, કે ફિલ્મમાં હીરો અને હિરોઈન નાચતા હોય ,હાઈટ કરતા હોય તેના ઉપર જ લોકોની આંખો મંડરાયેલી હોય છે. બાકી હીરો સાથે ડાન્સ કરનાર ને કોણ જુએ છે?,ભલે ગમે તેટલું પરફોર્મન્સ સારૂ હોય ,ત્યારે જયરાજસિંહ સાથે જે લોકો જાેડાયા તેમાં જે પૂર્વ નગર સેવક હતા તેવા જયરાજસિંહ વાઘેલા, રાકેશ પટેલ, કરણસિંહ પરમાર વોર્ડ નંબર- ૧૦, પ્રમુખ થી લઈને અનેકને કોંગ્રેસમાંથી મહાનગરપાલિકાની ફરી રીપિટ ટિકિટ આપી હતી, તેમાં જયરાજસિંહ પોતે ચૂંટણી લડ્યા ન હતા ત્યારે જયરાજ સિંહ પરમારે તો ૩૭ વર્ષ પાર્ટી માં રહી ને કશું મળ્યું નહીં ના ગાણા ગાયાં, પણ તેમની સાથે જાેડાયેલાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, રાકેશ પટેલ પોતે ૫ વર્ષ નગરસેવક રહી ચૂક્યા છે, અને બીજી વાર પણ ટિકિટ કોંગ્રેસની આપી હતી, હવે ભાજપમાં જ શંભુમેળો ભેગો થયો છે ,તેમાં હવે ભાજપમાં પ્રવેશ મેળવીને તનતોડ પ્રજાના કામો કરશો અને સેવા કરશો તેવી અમારી પણ લાગણી છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થયા બાદ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ સાહેબ ભાજપના અંદરો અંદર વર્ષોજૂના કાર્યકરો ને પૂછો તો જણાવશે કે આ યોગ્ય નથી, તમારી પાર્ટી આટલી મોટી લારજેસ્ટ હોવા છતાં કોંગ્રેસમાંથી ઉપાડીને લાવવા પડે તો વર્ષો જૂના ભાજપના કાર્યકરોનું શું? ચલો જયરાજસિંહ પરમાર ડિબેટમાં ભાજપને જે ભાંડતા હતા, તે હવે હાથ બંધાઈ ગયા ,ત્યારે પ્રજાના પ્રશ્નોનું શું? આજે એ પણ ખબર છે કે રાજ્યમાં શું સ્થિતિ છે, લાખો યુવાનો બેરોજગાર છે, સરકારી શાળાઓના મૃત્યુઘંટ વાગી રહ્યા છે, હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓની સ્થિતિ અને સગવડતા નામે શું છે ,તે તમને ખબર છે ,ખેડૂતોના પ્રશ્નો, ઉપજ ના ભાવો નથી મળતા, પાકવીમો લટકી રહ્યો છે, સરકારી નોકરીઓમાં વારંવાર પેપર લિન્કિંગ કૌભાંડ થી યુવાનો વર્ષોની મહેનત અને સરકારી નોકરીની આશા ધૂંધળી થતી જાય છે. રાજકોટ થી લઈને સુરતનો કિસ્સો તમારી સામે તાજાે છે, ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્યો પોલીસ સામે જામીન કેસોમાં તોડપાણીના અનેક કેસો સામે ચાલ્યા, સુરતમાં દીકરી નું ગળું કાપી મારી નાખવાનો બનાવ ,ગાંધીનગર ખાતે દીકરીનું કાપી નાખ્યું ,આ બધા પ્રશ્નોને વાચા હવે તમે આપશો ખરા ?
કોંગ્રેસથી નારાજ થઈને અનેક ધારાસભ્યો ભાજપમાં આવીને મંત્રી બની ગયા , પણ પ્રજાના પ્રશ્નોનું શું? કોઈ પ્રશ્નો ઉકેલી શક્યા છે , ખરા? અગાઉ ૨૦૦૭માં ભાજપમાં જાેડાવવા આપ શ્રી ને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાજમ પાથરી હતી ,ત્યારે તમે અસ્વીકાર કર્યો હતો, આપે પોતાના…… વ્યક્તિગત સ્વાર્થ કરતા પ્રજાહિતને નજરમાં રાખીને જે વિવેક અને ખુમારીથી એ આમંત્રણ નો અને સત્તાનો અસ્વીકાર કર્યો હતો તે ગુજરાતનો દરેક નાગરિક સાક્ષી છે. અને લોકોના મગજમાં આજે પણ સેવ છે.ભાજપ સરકાર આજે કેટલી સંવેદનહીન છે. તે આપ પોતે ચેનલમાં બોલી રહ્યા છો, ભાજપમાં આંતરિક લોકશાહી નથી, આપની વાત સાચી છે, કોંગ્રેસમાં વિરોધ કરવા પોતાનો અભિપ્રાય જાહેર માં મૂકી શકતા હતા, હવે ભાજપમાં શિસ્તના નામે ચુપચાપ ખૂણામાં બેસશો નહીં ને ? અગાઉ જેટલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તેમાં મંત્રીપદ થી લઈને હવે પાછા ધારાસભ્ય બની ગયા છે, અને આવનારી વિધાનસભામાં ટિકિટ મળશે કે કેમ? તે પણ પ્રશ્ન છે. ભાજપમાં લાખો કાર્યકરો વર્ષોથી છે ,આજે પણ કશું જ મળ્યું નથી તેમાં મીસા હેઠળ કટોકટીમાં જેલ ગયેલા અને ભાજપને ઊભુ કરનારા એવા સંનિષ્ઠ કાર્યકરો, આજે પણ અમદાવાદ જેવા વિસ્તારો, મેઘાણીનગર ,ચમનપુરા માં સેવા કરી ચૂક્યા છે ,પણ પક્ષને સંનિષ્ઠ રહેલા આજે પણ આવા ભાજપમાં લાખો કાર્યકરો ૪૦ વર્ષથી વધારે પક્ષ સાથે જાેડાયેલા છે. આપની સાથે જાેડાયેલા વિજય સિંહ વાઘેલા, નગર સેવક રાકેશ પટેલ, જયરાજસિંહ વાઘેલા ,બ્રિજરાજ સિંહ ગોહિલ જૈમીન શુકલ થી લઈને અનેક લોકો આપ શ્રી સાથે જાેડાયા છે ,ત્યારે ભાજપ માં હવે ટેમ્પો જમાવો ,પ્રજાના કામમાં એકાગ્રતા આવે તે ચોક્કસ ધ્યાન રાખશો,બાકી હાલ તો અનેક નામાંકિત જેટલા નામો આવ્યા છે, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ,તેમાં તમે ક્યારેય ના આવો અને કોંગ્રેસનો કંચો એવો અંટો પ્રજાના ના કામો કરે તેવી શુભકામના…..