અમદાવાદ
ભાવનગર માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત ATSએ તેમની ધરપકડ કરી છે.762 કરોડના GST કૌભાંડમાં ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ GST અધિકારીઓએ પીછો કરી તેમને પકડવા નો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ભાવનગર માધવ કોપર લીમીટેડના ભાગેડુ ડિરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ સામે ઇન્ડિયન પીનલ કોડ 174 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નિલેશ પટેલે 140 કરોડના વેરા ચોરી કરી હોવાની માહિતી મળતા સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 2017 થી અત્યાર સુધીમાં નિલેશ નટુભાઈ પટેલ 763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો મળી કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.જીએસટી વિભાગની તપાસમાં સ્પષ્ટ થયું છે કે માધવ કોપર લિમિટેડ દ્વારા બોગસ પેઢીઓના નામે ખરીદી દર્શાવી આર.ટી.જી.એસ. થકી નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતાં હતાં..
જેના બદલામાં બોગસ પેઢીમાંથી નાણાં ચેનલાઈઝ કરીને અન્ય બોગસ પેઢીઓ થકી મેળવી લેતા હતા અને માધવ કોપર લિમિટેડના વ્યક્તિને પહોંચી જતા હતા.માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ ફરાર હતા. તેમની કંપનીની તપાસ દરમિયાન કંપનીની ફેક્ટરીની જમીન જેની બજાર કિંમત અંદાજે 5 થી 7 કરોડની છે. આ સિવાય બેન્ક એકાઉન્ટ, 10 કરોડનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના 2 પ્લોટની મિલકત, પ્લાન્ટ અને મશીનરી તેમજ નિલેશ નટુભાઈ પટેલનો રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં લીધી છે.આ ઉપરાંત 3.10 કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે.. માધવ કોપર લિમિટેડના ડાયરેક્ટર નિલેશ નટુભાઈ પટેલને હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ 70 મુજબ સમન્સ ઈશ્યુ કરી પરંતુ એ હાજર ન થતા એમની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ 174 મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.