બે વર્ષથી વધારે સમયથી કોરોના ના કારણે મંદિરો, હોટેલો, બહાર ફરવા નું થી લઈને તમામ જગ્યાએ બ્રેક લાગી ગઇ છે. ત્યારે કોરોના ના કેસો ઘટતા અને કર્ફ્યુ હટતા પ્રજા પણ હવે ગુલામીની જંજીર માંથી બહાર આવી હોય અને બધાને કેદ કરી લીધા હોય અને હવે બહાર નીકળવાનું મળ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે GJ-18 ના જિલ્લાના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ભારે જાેવા મળી છે. ત્યારે ધોળેશ્વર મહાદેવ ખાતે ભક્તોની એટલી બધી ભીડ હતી કે લાઈનો દસ જેટલી અલગ પ્રકારની લાગી ગઈ હતી. કોરોના ના કેસો ઘટ્યા બાદ પ્રજાજન અને ભક્તો હવે બહાર આવ્યા છે. ત્યારે GJ-18 ખાતેની અનેક જગ્યાએ ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.
જય ભોલે, હર હર ભોલેના નામથી મંદિરો ગુંજી ઉઠયા હતા, શિવજી એટલે ભોળા ભગવાન,આજે મહાશિવરાત્રી હોવાથી શહેરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો રાખેલા છે.