ભાજપમાં શંભુ મેળો જામ્યો, પાટીલ સાહેબ ભાજપમાં થઈ રહેલી ભરતીથી લાખો કાર્યકરો ભાજપમાં દુઃખી છે, કાર્યકરોનું એકવાર મંતવ્ય જાણો

Spread the love

ગુજરાતમાં અત્યારે ભાજપમાં જાેડાવાનો ક્રેઝ જામ્યો છે. જેમ લિમિટેડ કંપનીમાં અને નવું પિક્ચર આવ્યું હોય, હાઉસફુલ રહેતું હોય ,તેમ અત્યારે ભાજપ લાઈમલાઈટમાં છે. ત્યારે ભગવાકરણનો ખેસ છે ,તેમાં કોંગ્રેસનુ સફેદીકણ વધી ગયું છે, ભાજપ પાર્ટી હવે શુદ્ધ અને અણીશુદ્ધ રહી છે, ખરી? સી.આર.પાટીલ સાહેબ તમને એ વાતના ધન્યવાદ છે કે ગુજરાતમાં જે રેકોર્ડ બ્રેક જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા, પાલિકાને કબજે કરી તેમાં ભાજપમાં આટલા વર્ષોમાં કોઇ પ્રદેશ પ્રમુખને આ શ્રેય મળ્યો નથી , અને મળશે પણ નહીં, પણ હા, ભાજપમાં પચાસ વર્ષથી વધારે અને નવયુવાન કાર્યકરોની તો આપની પાસે ફોજ છે,ત્યારે વર્ષો જુના કાર્યકરો આજે પણ એજ પરિસ્થિતિમાં છે. ભાજપનું જે કોંગ્રેસી કરણ થઈ રહ્યું છે અને રોજબરોજ હજારો કાર્યકરો ભાજપમાં જાેડાય છે, તો ભાજપના કાર્ય કરો પાસેથી આ વિશે મંતવ્ય જાણ્યુ ખરું?? આજે ભાજપમાં પણ કોમ્પિટિશન અને ટાંટિયાખેંચ અંદરોઅંદર વધી રહી છે. હમણાં જ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રવક્તા જયરાજસિંહ ભાજપમાં જાેડાયા, તે બાદ હવે દિનેશ શર્મા જેઓ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હતા, તેઓ પણ જાેડાયા છે. ત્યારે આપ પાર્ટીમાંથી પણ ઘણા જ નગરસેવકો સુરતના અને કાર્યકરો જાેડાયા, જાેડાવા માંગતા હોય અને કમલમ ના દરવાજે આવીને ઊભા રહે તો ના પાડી શકાય નહીં, ગમે તેમ ઘરે આવેલા ને આવકાર આપવો જ જાેઈએ. ભાજપમાં ૪૦થી વધારે વર્ષોથી કામ કરતા અનેક લાખો કાર્યકરો ના ચંપલ ઘસાઈ ગયા અને ૨૭ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છતાં બોર્ડ, નિગમોમાં વધારે સમય વહીવટકર્તા આઇ.એસ.અધિકારીઓ જ રહ્યા છે. ત્યારે આ જગ્યાઓ ભરવી જ જાેઈએ, દરેક જિલ્લા ,તાલુકા મહાનગરપાલિકા, પાલિકામાંથી દરેક કાર્યકર્તાઓ ને એક વર્ષનો ચાન્સ આપવામાં આવે અને સારું કામ હોય તો બીજાે ચાંસ તો પાર્ટી મજબૂત થશે, બાકી માલ ખાય અમલદારો ,કામ કરે કાર્યકરો,ખુરશી પર બેસે નેતાઓ જેવો ઘાટ સર્જાયો છે. સી.આર.પાટીલ સાહેબ, આપશ્રી દ્વારા જે ઘણા ર્નિણયો લેવામાં આવ્યા છે તેમાં આખું મંત્રીમંડળ બરખાસ્ત ,પી.એ.પી.એસ પણ બરખાસ્ત ત્યારે આ સ્ટેપ લેવું નાની સૂની વાત નથી, તમને સેલ્યુટ છે. ત્યારે નવા મંત્રીઓને ચાન્સ આપ્યા બાદ સચિવાલયમાં ગયેલી રોનક હવે લોલકની જેમ દોડવા લાગી છે. ત્યારે વર્ષોથી મંત્રીમંડળમાં એક જ નામો સાંભળવા મળતા હવે નવા નામો બાદ લોકોને પોતાના કામની આશા જાગતા સચિવાલયમાં ભીડ જાેવા મળી રહી છે. ત્યારે ખાઈ પીધેલા એવા તગડા બનેલા પી. એ., પી.એસ ને પણ મોટાભાગે હટાવી લેતા ઘણા જ કામો પ્રજાના થઈ ગયા છે. આજે ભાજપ માં જે ભરતી કરીને ભાજપનું કોંગ્રેસી કરણ હવે અટકાવવાની જરૂર છે. એકવાર તમારા ભાજપ ના કાર્યકરોમાં આની પૂચછા કરો તો, ભારોભાર વિરોધ છે. પણ સિંહના ડોકે ઘંટ બાંધે કોણ?? અને વગાડે કોણ? એ પ્રશ્ન છે. પણ આ હું લખું છું તે મારું મંતવ્ય નહીં, પણ હજારો કાર્યકરોનો સૂર છે. બાકી સી. આર. તુને કર દિયા કમાલ, તેમાં કોઈ જ શંકાને સ્થાન નહીં ,પણ નાના કાર્યકરો માટે કંઈક વિચારો, ભાજપની અગાઉ વર્ષો પહેલાં ફક્ત બે આવતી હતી અને તેમાં આજે મોટી લાર્જેસ્ટ પાર્ટી બની ગઈ છે .તે દેન વર્ષોજૂના કાર્યકરો ની છે. આજે મિસા વાદી એવા મિસા હેઠળ કટોકટી મા જે કાર્યકરો જેલમાં ગયા હતા ,તેમની શું પરિસ્થિતિ છે ,તે જાેઈ છે ખરી?? આજે પણ ભાજપ નો ઝંડો લઈને ફરતા આવા કવોલિટી બદ્ધ કાર્યકરોને કારણે ભાજપ મજબૂત છે.આવનારા દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની જે તૈયારીઓ આરંભી છે. પણ ટિકિટ ૧૮૨ ઉમેદવારને જ આપવાની છે .એક ટિકિટ લેવા ૨૦૦ જેટલા ઉમેદવારો લાઈનમાં છે .તો બધાને તો આવો લાભ આપી શકાય નહીં, ત્યારે એ ડેમેજ કંટ્રોલ નું ધ્યાન રાખજાે, બાકી એક નેતા ની પાછળ ટોળા જાેડાય એટલે બધા જાેડાઈ જાય એવું ન માનતા, આ ફક્ત શક્તિપ્રદર્શન હોય છે. બાકી ભાજપના એવા કાર્યકરો છે, જે ગલી, નુક્કડ માં નીકળે તોય લોકો સલામ મારે, કાર્યકર કામથી રળિયામણો છે. ત્યારે ભાજપ માં દે ધનાધન કરેલી ભરતી આવનાર દિવસોમાં જાેખમરૂપ ન બને તે જાેજાે, પત્રકાર તરીકે મેં ફટાકડા વધારે ફોડ્યા છે ,પણ દિવાળી વધારે તમે જાેઇ છે. ભાજપના કાર્યકરો નો જે અવાજ છે. તે મેં આપને કાને ધર્યો છે. બાકી આટલી મોટી પાર્ટી ને શંભુ મેળા ની જરૂર છે ,ખરી?? ઘણા કાર્યકરો પોતે જણાવે છે કે અમારી ઉપર પાર્ટીને વિશ્વાસ નથી? હમણાં જ મહાનગરપાલિકા GJ-18  ખાતે ૪૧ સીટો ભાજપે મેળવી, તે પણ રેકોર્ડ છે. ત્યારે તમામ પાસા ,બાજ નજર પ્રદેશ પ્રમુખની રહી હતી, તેના ફળ સ્વરૂપે આ જીત મેળવી છે. તો કાર્યકરોથી સંખ્યા જુના નગરસેવકો અને નવા નગરસેવકો, બધા નવા આવી ગયા અને સંખ્યા પણ વધી ગઈ ,તો પછી ઠસોઠસ ,ભરતા ઘડો છલકાઈ ન જાય, તેનું ધ્યાન રાખજાે. ભાજપના અનેક કાર્યકરો માં ચિંતા પેઠી છે કે અમારું હવે વર્ચસ્વ શું ? આવનારા દિવસોમાં ભાજપમાં વર્ચસ્વની લડાઇ અંદરોઅંદર ખટરાગ ની ન થાય તે ધ્યાન રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com