GJ-18 ના જિલ્લામાં રાંધેજા ,રૂપાલ, નારદીપુર ,સરઢવ ના પ્રખ્યાત માટલાનું ધૂમ વેચાણ થવાનું છે. ત્યારે કોરોનાની મહામારી માં ઠંડુ પાણી ના પિતા ,હવે બે વર્ષ બાદ ભલભલા કાટલા ઓ માટલા ખરીદવા નીકળશે. ગરીબોનું ફ્રિજ માટલાં નું વેચાણ માં વધારો ઉનાળો આવતા ને સાથે જ માટલાં ના ઘડવૈયા દ્વારા માટલાં બનવાવા અને વેચાણ નો પ્રારંભ હળવદ તાલુકા પંથકમાં હવે ગરમી સાથે ઉનાળાનો પ્રારંભ થવા જય રહ્યો છે. ત્યારે પંથકમાં ગરીબો ના ફ્રિજ સમાન માટલાંનું વિતરણ માં વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાય સમય થી કોરોના કાળને કારણે ધંધો રોજ ગાર ઠપ થયો હતો ધીમે ધીમે તે હવે પુનઃ સ્થાપીત થઈ રહ્યો હોય શહેરમાં કુંભાર માટલાં ધડી તેનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. ઉનાળાની રૂતુ નો હવે ફેબ્રુઆરી માસ ના અંત થી પ્રારંભ થવા જય રહ્યો છે નગર તેમજ તાલુકાના લોકો ગરમી નો અહેશાસ કરી રહ્યા છે બપોર ૧૨.૦૦ વાગ્યા બાદ સૂર્યનારાયણ દેવ પોતાનો પ્રકોપ ધીમે-ધીમે બતાવી રહ્યા હોય શરીર ઉપર દાજે તેવી ગરમી નો અહેશાસ થવા લાગ્યો હોય ત્યારે ગરીબો ના ફ્રિજ સમાન માટલાં જે લોકો ને સીતળતાનો અહેશાસ કરાવે તેવા માટલા કુંભાર દ્વારા બનાવાનો પ્રારંભ પણ થઈ ગયો છે. બજારો માં ઠેર ઠેર જગ્યાએ માટલાં ના ઢગલા મૂકી માટલાંનું વિતરણ કરતાં કુંભાર તેમજ વેપારીઓ. તો બીજી તરફ કોરોના ની વિકટ પરિસ્થીતીને પગલે લોકો ના નાના પાયા ના ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા છેલ્લા ત્રણ વર્ષ માં જાેઈએ તેટલા પ્રમાણ માટલાંનું વેચાણ થતું ના હતું પણ હવે ધીમે ધીમે પુનઃ સ્થિતિ સારી બનવા જઈ રહી છે. તેવામાં ફ્રિજ ના પાણી થી બીમાર પડતાં લોકો માટલાં ના પાણી અને સિતળતા નો અનુભવ કરે અને આર્ત્મનિભર ભારત બનવામાં એક કદમ ઉઠાવે તેવી માટલાં ઘડવૈયા ઓની માંગ છે.
ફ્રીજ, એસી આરોગ્ય માટે ઠેસી, પણ માટલું એટલે ગરીબોનું ફ્રીજ કહેવાય, કહેવત છે કે પહેલાના જમાનામાં લોકો સો વર્ષથી વધારે જીવતા હતા, અત્યારે આ.રો.મિનરલ વોટરના નામે કંપનીઓએ કમાવવાના ધતિંગ માંડ્યા છે.મને એ સમજાવો ભાઈ કે કૂવાના પાણી પીને લોકો સેન્ચ્યુરી મારતા હતા, અને માટલાના પાણી પીને ૮૦ વટાવી દેતાં હતા, ત્યારે હવે બાટલાના પાણી પીને અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા છે.મહિલાઓને બી-૧૨ ની કમી, પુરુષોને શરીરમાંથી ક્ષારથી લઈને વિટામિનોની કમી ના કારણે કોરોનાની મહામારી માં અનેક લોકોના શરીરમાં પાવર ડીમ થઈ જતા ઢીમ ઢળી ગયું હતું.ત્યારે ઇમ્યુનિટી એવી રોગ પ્રતિકારક શક્તિ હવે બાટલાના પાણી પી ને જતી રહી છે. એટલે’ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ‘હોય તેમ બાટલા ને છોડો અને માટલા ના પાણી પીવો તો દેશનો ઉદ્ધાર થશે, ઘરના ને રોજગારી મળશે, બાકી બાટલાના પૂર્જા વેચવા નીકળેલા આર.ઓ.ના નામે આ બધા રોગ પ્રતિકારક શક્તિ ઘટાડનારા છે. જેથી હવે કોરોનાની મહામારી બાદ બાટલા ના નહિ, પણ માટલાના પાણીનો ક્રેઝ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.