GJ-18 ખાતે સફાઈ કર્મચારીઓનું આંદોલન આજે ૬૩ દિવસથી વધારે સમયથી ચાલી રહ્યું છે,ત્યારે તંત્ર અને સરકારનું પાણી હાલક-ડોલક થતું નથી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકીએ સફાઈ કામદારોનો સાદ સાંભળ્યો અને તેમની સાથે કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ઋત્વિજ મકવાણા પણ જાેડાયા હતા. ત્રણ દિવસ અનશન પર બેઠેલા ધારાસભ્યો પોતે રાત્રે પણ ત્યાં જ સૂઈ ગયા હતા. જમીનના માણસ જમીન ઉપર જ રહે, તે નિર્ધાર થી આ આંદોલનમાં જાેડાયા હતા.
આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતે રૂબરૂ આવીને ત્રણેય ધારાસભ્યોના પારણા એક દીકરીના હાથે કરાવ્યા હતા. ત્યારે સરકારને પણ આડે હાથ લઈ ને કરોડોના ખર્ચા તાયફા પાછળ કરવામાં આવે છે અને સફાઈ કર્મચારીઓ ના પ્રશ્નો નુ સોલ્યુસન લાવવામાં નાટકો કેમ? સ્વચ્છતા અભિયાન ની વાતો અને કોરોનાની મહામારી થી લઈને આજદિન સુધી કર્મીઓ જાેડાયા છે. કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્રો મેળવેલા આ કર્મચારીઓને આ પ્રમાણપત્ર શું કામના? આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા હિમાંશુ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, પૂર્વ સદસ્ય અરવિંદ સોલંકી, વિજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.