અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવિર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ સ્કોડના પો.સ.ઈ. તથા સ્કોડના અ.હે.કો. અલ્તાફખાન તથા અ.પો.કો. મનિષભાઈ તથા અ.પો.કો કેતનભાઈ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે અ.હે.કો. અલ્તાફખાને પોતાના ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે સદ્દામ સદ્દો શેખના નામનો વ્યક્તિ પોતાના કબ્જામાં ગેરયદેસર હથિયાર રાખી દાણીલીમડા બોમ્બે હોટલથી નિકળી ચંડોળા તળાવ ત્રણ રસ્તા તરફ ચાલતો જવાનો છે. તેના આધારે દાણીલીમડા પી.ડબ્લ્યુ.ડી. ઓફીસની સામેના રોડ ઉપર, સુરજ બેરલ પાસે, જાહેરમાંથી સદ્દામ સદ્દો સ/ઓ હુસૈનભાઈ શેખ દાણીલીમડા થી મળી આવેલ જેની તપાસ કરતાં તેની પાસેથી વગર પાસપરમીટનો ગેરકાયદેસરનો હાથ બનાવટનો દેશી તમંચો નંગ – ૧ તથા કારતુસ નંગ-૨ કિ.રૂ. ૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ),૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કર્યો હતો. ઈસમની પુછપરછ કરતાં આ મળી આવેલ હથિયાર આજથી આશરે ત્રણેક મહિના પહેલાં ટીપુ રહે. કાનપુર યુ.પી. જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી. તેની પાસેથી મેળવ્યું હતું. હાલ આરોપીની ઉંડાણપુર્વક તપાસ ચાલુ છે. આગળની વધુ તપાસ પો.સ.ઈ. એન.બી. રાવલ ચલાવી રહેલ છે.