ભાજપના નગરસેવકોમાં ભયમભમ, ઉચ્ચ કક્ષાએ સસ્પેન્ડ કરી દેવા સુધીની ચર્ચા

Spread the love

 

૪૧ નગરસેવકોમાંથી આડાઅવળા, અવળચંડાઈ કરતા હોય તો સસ્પેન્ડ કરી દેવા પણ કડક સુચના
GJ-18  મનપાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ બાદ ભારે વિવાદ સાથે અંદરોઅંદર ખટરાગ

ગુજરાતમાં આજે ૨૭ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે ગુજરાતના અને મહાનગરપાલિકાના વિકાસ માટે કરોડો નહીં પણ અબજાે ની ગ્રાન્ટો મોકલી રહ્યા છે. ત્યારે એક વાર સ્વાદ ચાખેલા ભ્રષ્ટાચારીઓ હજુ સુધરવાનું નામ લેતા નથી, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી.આર. પાટીલ જેમણે આ ૪૧ સીટો જીતાડવા અને કોઇપણ ટેકા વગર મોટી સંખ્યામાં GJ-18 ખાતે ૪૧ અને તમામ નવા ફેસ નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે, તે ભારતીય જનતા પાર્ટી ના લેબલની દેન છે. ત્યારે હમણાં એક નગરસેવક ભાજપના હોય પણ લાગે કે વિરોધ પક્ષના નેતા, ત્યારે આ નેતાની વધારે અવળચંડાઈ અને ચંચુપાત જાેવા મળી રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પણ કાગારોળ મચાવી ને દોઢ કલાકથી વધારે મીટીંગ ચાલી હતી, બાદમાં મીટિંગ પછી ચાર જેટલા નગરસેવકો એ આ કામ થતાં નથી, આ કામ કોને આપવું, તેમ કોન્ટ્રાક લેવા અનેક તુકકા લગાવી રહ્યા છે ,ત્યારે આ બધી ફરિયાદ ઉરચકક્ષાએ ફરિયાદ નું ટોપલુ પહોંચતા ઉચ્ચ કક્ષાએ બરાબરના ખખડાવ્યા છે અને તુક્કા લગાવનારા ના ભુકકા કાઢવા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે ૪૧ માંથી ત્રણ ચાર કેરીઓ બગડેલી હોય અને પાર્ટીને નુકસાન કરતી હોય તો સસ્પેન્ડ કરી દેવા પણ કડક શબ્દોમાં ચેતવણી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાવરફુલ વ્યક્તિત્વ તરીકેની છાપ ધરાવે છે. કાર્યકરો માટે હર હંમેશાં મદદરૂપ થયેલા છે. ત્યારે તેમણે કરેલા અનેક ર્નિણયો ખુબ જ જાેખમી હોવા છતાં પાર ઉતર્યા છે. ત્યારે નવા મંત્રી મંડળનું વિસ્તરણ બાદ તમામ નવા ચહેરા અને કોઈએ ચુ -ચા પણ કરી નથી, ત્યારબાદ પી. એ.પી.એસ.પણ નો-રિપીટ, તે પણ મજબૂતાઈથી તેમણે ર્નિણય લીધો હતો, દરેક મંત્રીએ કમલમ ખાતે અઠવાડિયે બે દિવસ કાર્યકરો ના કામો કરવા અને કમલા (કોબા) ખાતે આવવાનું, તે ચામ્સ જે કાર્યકરોનો આવ્યો હતો અને જે જુસ્સો કાર્યક્રરો નો વધ્યો છે. તે સી.આર.પાટીલ ને આભારી છે. મ.ન.પા માં જ્યારથી મનપા બની, ત્યારથી ટેકા વાળી અને તોડફોડ સરકાર નહીં પણ હવે સ્પષ્ટ અને ફુલપ્રુફ એવી ૪૧ સીટો સાથે જડબેસલાક સીટો મેળવીને નવો ઇતિહાસ સર્જનાર સી.આર.પાટીલ ને આ શ્રેય જાય છે. ત્યારે મનપામાં અગાઉ ભાજપના હોદ્દા પર રહી ચૂકેલા અને નગર સેવક બનેલા બે બાગડબીલ્લા નગરસેવકો કોન્ટ્રાક્ટ મેળવવા અને પોતાનું ધાર્યું કરવા મનપા માથે લીધી હતી અને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં પણ દર વખતે નનૈયો ભણતા આ બે નગરસેવકો એ બીજા બે ને સાથે લઈને ગ્રુપ બનાવ્યું છે, ત્યારે આ ફરિયાદ ઉરચકક્ષાએ થઈ હતી, ત્યારે હમણાં જ ભાજપના પ્રદેશના નેતાઓ સાથે મિટિંગ થઈ ત્યારે સ્પષ્ટપણે જણાવી દીધું કે પાર્ટીના લેબલ અને કમળ ઉપર જીત્યા છો અને પાર્ટીને નુકસાન કરતા જે કામગીરી કરશે તેને સસ્પેન્ડ કરી દેવા સુધીની સૂચના પણ આપી દેવામાં આવતા સન્નાટો છવાઇ ગયો હતો. ત્યારે હવે ૪૧ માંથી ૪ કેરી બગડેલી બધાને બગાડવા જાય અને આંબાને નુકસાન કરે તો ૪ વિકેટ ખેરવી ન લેવી ? ત્યારે એક નગર સેવકે તો આ સંદર્ભે ભારે ગાળો આપીને પાર્ટીને નુકસાન કર્તાને ખખડાવ્યા હતા, ત્યારે હવે વર્ષોથી જે સ્પ્રિંગ દબાવવાનું કરીને પોતાનું કામ કરાવી લેતા નગરસેવકો એવા કોન્ટ્રાક્ટરો પોતે મીંદડી બની ગયા છે્‌, બાકી મ્યાઉં કર્યું તો સિંહની ગર્જના પણ થશે, તેમાં બેમત નથી.

ભાજપના એક નગરસેવા હવે પોતાને વિરોધ પક્ષના નેતા સમજવા માંડ્યા છે, ત્યારે મેયર ,ચેરમેન, ડેપ્યુટી મેયર થી લઈને સત્તાધીશોને દબાવવા જતા પ્રદેશ કક્ષાએ આ નગર સેવક ની હવા કાઢી નાખી છે.
૪૧ સીટો જીતી છે, તેમાં પાર્ટીને નુકસાન કરતા હોય તેવા ચાર નગરસેવકો હવે પ્રદેશ કક્ષાએ આંખના કણાની જેમ ખૂંચવા માંડ્યા છે ,પોતે કોન્ટ્રાક્ટ મેળવવા અનેક દાવપેચ અને તંત્રના ભુક્કા કાઢી રહ્યા છે ,ત્યારે પાર્ટી ની મીટિંગમાં આ સંદર્ભે ચર્ચા થતા ચેતવણી આપીને સસ્પેન્ડ કરી દેવા સુધીની કડક ચેતવણી આપતા બે માંથી બનેલી ચાર ટોળકી હાલ વિરોધ ના ભજન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com