ભાજપ સરકારમાં બેઠેલ મંત્રી દ્વારા દલિત મહિલા પર થયેલ દુષ્કર્મ અંગેની ફરિયાદ તાત્કાલિક દાખલ કરો : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર

Spread the love

 

 

કોરોનામાં રૂપાણી સરકારનું ખસીકરણ : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, ગોધરાકાંડ, અક્ષરધામ મંદિર પરના હુમલાઓ વખતે સ્ટેટ આઈ.બી. ક્યાં ગઈ હતી ? ભાજપ સરકારની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો, બેટી પઢાવોની વાતો પોકળ : પોલીસ ફરિયાદ દાખલ ન કરીને ભાજપ સરકાર શું છુપાવવા માંગે છે ?તેનો ભાજપ સરકાર જવાબ આપે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે આજે વિધાનસભા ગૃહમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સૌને અને પ્રથમ વખત મહિલા અધ્યક્ષ બનેલા માન, અધ્યક્ષશ્રીને અભિનંદન પાઠવ્યા હતા અને માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બજેટ સત્ર ચાલુ થાય ત્યારે જે પણ સરકારોએ એક વર્ષની જે પણ કામગીરી કરી હોય એનો ચિતાર વિધાનસભા ગૃહમાં માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચનમાં આપવામાં આવે છે. ૧૩૧ દિવસની સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તે અગાઉની સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫મા વર્ષે ભાજપ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. ગુજરાત એટલે સુખ-શાંતિ-સલામત-સ્થિર શાસનનો પ્રયાસ ગુજરાત એટલે વિકાસના દરેક ક્ષેત્રે મોખરે રહેવા કટિબદ્ધ રહેનારું રાજ્ય સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન થયા ત્યારબાદ ભાજપના કોઈ મુખ્યમંત્રીશ્રીએ પાંચ વર્ષનો સમય જો પૂર્ણ કર્યો હોય અને એનો યશ જો કોઈને જતો હોય તો એ વિજયભાઈ રૂપાણીની સરકારને જાય છે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૨૦૧૭ની ચૂંટણી લડાઈ. ભાજપનો વિજય થયો.

એમના જ નેતૃત્વમાં પેટા ચૂંટણીઓ થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને ભાજપનો વિજય થયો. પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે પ્રજાના પૈસે ગુડ ગવર્નન્સ તરીકે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા અને ઉજવણી કરવામાં આવી. છતાં મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને ભાજપ એમ કહે છે કે, મુખ્યમંત્રી હોય કે આખું મંત્રીમંડળ બદલવાની વાત જો કોઈ કરી શકતું હોય તો એ ભાજપ જ છે. ગુડ ગવર્નન્સ તરીકે કોઈ સરકાર પાંચ વર્ષ રહી હોય તો એને એવોર્ડ મળવો જોઈએ પણ વિજયભાઈ રૂપાણીની સરકારને એવોર્ડ તો ન આપ્યો પણ રીવોર્ડ આપ્યો. કોરોનાના કપરા કાળમાં ગુજરાતની પ્રજા દવા વગર, બેડ વગર, ઓક્સિજન વગર, ફુડ વગર અને ઈન્જેકશન વગર તડપતી હતી ત્યારે આ સરકાર કશું ન કરી શકી એવા સેન્ટ્રલ આઈ.બી.ના રિપોર્ટના આધારે ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકારને બદલી દેવામાં આવી છે. પ્રજાની નારાજગીનો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભોગ ન બનવું પડે તે માટે આખું મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું છે. રસીકરણનું કામ થયું તે બધા માટે ખૂબ જરૂરી છે. કોઈ સરકાર રસીકરણ કરે તો પ્રજા પર કોઈ અહેસાન નથી કરતી, એ સરકારની ફરજનો ભાગ છે. પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસે રસીકરણ કરવું પડે અને રસીકરણ કર્યું છે. કોરોનામાં સરકારનું ખસીકરણ કરી દેવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ લાગે છે.

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ નાગરિકો. ગોધરાકાડમાં રામભક્તો, અક્ષરધામ મંદિરમાં રામભક્તોની હત્યા થઈ, તેના માટે જવાબદાર ફક્તને ફક્ત ભાજપ સરકાર જ છે. સરકાર પાસે આઈ.બી. છે અને તેના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે ત્યારે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, ગોધરાકાંડ, અક્ષરધામ મંદિર પરના હુમલાઓ વખતે સ્ટેટ આઈ.બી. ક્યાં ગઈ હતી ? અને રિપોર્ટ સરકારને કેમ રજૂ ન કરી શકે તે પ્રશ્ન ઉદ્ભવે છે.

ભાજપ સરકારમાં કાયદો-વ્યવસ્થાની વાત થાય છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે સમાજમાં મહિલાઓનું સન્માન થવું જોઈએ, મહિલાઓને માન મળવું જોઈએ અને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે. મહિલાના માન-સન્માનની વાત થાય છે ત્યારે સરકારનું ધ્યાન દોરવું છે કે, ભાજપના એક આગેવાન અને તેમની ટોળી સામે દુષ્કર્મ કર્યા અંગેની તા. ૧૭-૨-૨૦૨૧ના રોજ સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં ફરિયાદ અરજી કરવામાં આવી. પરંતુ આ અરજીના આધારે આજદિન સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ મહિલા તા. ૨૦-૧૦-૨૦૨૧ના રોજ પોલીસ વડા, રેન્જ આઈ.જી., એસ.પી., માનવ અધિકાર આયોગ, દેશના વડાપ્રધાન, દેશના ગૃહ પ્રધાન, ભાજપ પ્રમુખને કાગળ લખે છે પણ પાંચ-પાંચ મહિના થવા છતાં પણ ભાજપ સરકાર પોતાના આગેવાન વિરુદ્ધ ફરિયાદ નોંધતી નથી ત્યારે ભાજપ સરકાર કયા મોઢે મહિલા સશક્તિકરણની વાતો કરે છે? બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરે છે ? એક દલિતા મહિલા ઉપર ભાજપની સરકારમાં બેઠેલ મંત્રી કે જેમના પર દુષ્કર્મનો આરોપ છે એમને મંત્રીપદેથી તાત્કાલિક દૂર કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. એક મહિલા પર દુષ્કર્મ થાય અને એક વર્ષ સુધી એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, ત્યારે ભાજપ સરકાર શું છુપાવવા માંગે છે ? તેનો જવાબ ભાજપ આપે તેવી ઉગ્ર માંગણી શ્રી શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com