લોકશાહી ની પ્રણાલી મુજબ વિપક્ષને વિવિધ કમિટીઓમા સ્થાન આપવા માંગ

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડીંગ કમિટી સહિત કમિટીઓમાં કોંગ્રેસના કોર્પોરેટરોનો પણ સમાવેશ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. આજે સ્ટેન્ડિંગ કમિટિ પહેલા મેયર કિરીટકુમાર પરમારની ઓફિસ સમક્ષ શાંતિપૂર્વક વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાભબંધારણ પુસ્તક અને એમની તસવીર સાથે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સમક્ષ રજૂઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું.કે છેલ્લી બે કમિટીમાંથી અમે આ પ્રકારે શાંતિપૂર્વક વિરોધ કરીને માગણી કરી રહ્યા છીએ અને તેનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધીગીરી છોડીને ભગતસિંહની વિચારધારાને પણ અપનાવીશું.

પઠાણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ની વર્ષોથી રહેલી આગવી પ્રણાલિકા અને પરંપરા મુજબ વિપક્ષ કોંગ્રેસને છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવતુ નથી. અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ની સર્વોચ્ચ ગણાતી સ્ટેન્ડીંગ કમિટી થી લઇ અન્ય બાર કમિટીઓમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોને સ્થાન મળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કાળા કપડા પહેરીને કોંગ્રેસ પક્ષ તરફથી વિ૨ોધ ક૨વામાં આવ્યો અને આ સાથે જ જ્યાં સુધી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોને તમામ કમિટીઓમાં સ્થાન નહી આપવામાં આવે ત્યા સુધી અભિયાન યથાવત રાખવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા.

બંધારણને અનુસરો અને લોકશાહી ને જીવંત રાખો તેવા બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

કૉગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે આપ શહેરના પ્રથમ નાગરિક છો.જો કાઁગ્રેસના કોર્પોરેટરો ને વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં બીજી વિચારધારા સાથે આવશે અને જે પણ નુકસાન થશે આપ મેયરશ્રી એ ભોગવવાનું રહેશે અને એની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે..

કૉંગ્રેસ કોર્પોરેટર નીરવ બક્ષી એ જણાવ્યું કે વિરોધપક્ષ ને પ્રોટોકોલ મુજબ કમિટી માં સ્થાન આપવામાં આવે.ભારતના બંધારણ ને માન આપવામાં આવે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com