કોંગ્રેસ, ભાજપના તુક્કા, આપે કાઢ્યા ભુક્કા,

Spread the love

Gj -18 ખાતે પ્રવિણ રામ તથા આ પાર્ટીના કાર્યકરો દ્વારાપંજાબમાંભારે વિજય મળતાઉત્સવ મનાવ્યો હતો


ચુંટણી પંચની વેબસાઇટના રૂઝાનોમાં પંજાબમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બને તેવું દેખાઇ રહ્યું છે. પંજાબની ૧૧૭ બેઠકોમાંથી ૧૧૭ બેઠકોના જે ટ્રેન્ડ મળી રહ્યા છે તેના અનુસાર આપ ૯૦ બેઠકો પર, કોંગ્રેસ ૧૭ બેઠકો પર, અકાલી દળ ૬ બેઠકો પર જયારે ભાજપા ૨ બેઠકો પર આગળ છે. અને બહુમતી માટે ૫૯ બેઠક જરુરૂ છે. એટલે કે એવું લાગી રહ્યું છે કે પંજાબમાં આપ સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવી શકશે. કોંગ્રેસ -ભાજપ- અકાલીના ડબ્બા ડુલ, પંજાબમાં મોટો ફટકો પડયો હોય તેવું લાગી રહ્યું છે.ચુંટણી પંચની વેબસાઇટ અનુસાર, શરૂઆતની રૂઝાનોમાં જ આમ આદમી પાર્ટી બહુમતિની નજીક પહોંચી ગઇ છે. પંજાબમાં સરકાર બનાવવા માટે ૫૯ બેઠકોની જરૂર છે જયારે આ લખાય છે ત્યારે આપ ૯૦ બેઠકો પર આગળ છે. પંજાબનો આગામી સરદાર કોણ હશે એ હવે થોડા કલાકો પછી ખબર પડશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ છે. શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં દિલ્હીની કહાનીનું પરિવર્તન કરીને જાેરદાર બહુમતી પ્રાપ્ત કરતી જાેવા મળી રહી છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર છે. કેપ્ટન અમરિંદર ૧૩ હજાર અને સુખબીર બાદલ ૧૨ હજાર વોટથી હારી ગયા છે. નવજાેત સિદ્ધૂએ ટિ્‌વટ કરીને આપને અભિનંદન આપ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના ઝ્રસ્ કેન્ડીડેટ ભગવંત માનની સાથે ફોટો ટિ્‌વટ કર્યું છે. તેમાં તેમણે આપની જીતને ઈંકલાબી ગણાવી છે.પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રીપદના દાવેદાર ભગવંત માનના સંગરુર સ્થિત ઘરે સુરક્ષા વધારવામાં આવી છે. તેમના ઘરે જલેબી બનાવવામાં આવી રહી છે. ઘરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે.વોટની ગણતરીની વચ્ચે પંજાબના સીએમ ચરણજિત સિંહ ચન્ની ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચી ગયા છે. ચન્ની ઝડપથી રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી શકે છે. આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હી ખાતે આવેલા કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન AAP નું નવું પોસ્ટર પણ બહાર પડ્યું છે. એમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દેખાઈ રહ્યા છે.ટ્રેન્ડમાં AAP ને બહુમતી મળવા અંગે ભગવંત માને કહ્યું કે, CM બનતાની સાથે જ કેબિનેટમાં પહેલો ર્નિણય લેવામાં આવશે કે સરકારી ઓફિસમાં ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરનો ફોટો લગાવવામાં આવશે. ૧૦મી માર્ચે નવા પંજાબની શરૂઆત થવા જઈ રહી છે. અમે સ્વીકારીએ છીએ કે અમે છેલ્લી વખત ભૂલો કરી હતી, પરંતુ અમે ભૂલોમાંથી શીખ્યા છીએ. અમારી ૮૦, ૮૫, ૯૦ સીટો આવી રહી છે એવું હું કહી શકતો નથી, પરંતુ મને લાગે છે કે આ વખતે સાવરણી ૭૦ વર્ષ જૂની ગંદકી સાફ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com