અમદાવાદ
શુક્રવારે કમલમ ખાતે ભાજપના નેતાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું અને ઈશારો પણ કર્યો હતો અને ટકોર કરી હતી કે કોઇ ગોડફાધરની મહેરબાનીથી ટિકિટ નહીં મળે માત્રને માત્ર મેરીટના આધારે ટિકિટ મળશે.
હકીકતમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક સિનિયર નેતાઓ, ભૂતપૂર્વ મંત્રીઓની ટીકીટ કપાય તો નવાઈ પામતા નહીં..ટૂંકમાં ધરમૂળથી ખાસ્સા ફેરફારો આવશે અને સૌએ એ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે.મોદીએ કહ્યું હતું કે આપણી પાસે વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે હવે માત્ર ૪૦ સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારબાદ સહેજ પોઝ લઈને કહ્યું કે આ સમયગાળામાંથી પણ બે સપ્તાહનો સમય તો માત્ર આંસુ લૂછવામાં જતો રહેશે.વડાપ્રધાનની આ ટિપ્પણીથી પહેલી હરોળમાં બેઠેલા નેતાઓ પૈકી મોટાભાગના હસી પડયા અને થોડી ક્ષણો પછી સમગ્ર હોલમાં હાસ્યના ઠહાકા લાગ્યા. વડાપ્રધાને હસતા હસતા પૂછયું કે ટયુબ લાઈટ કેમ મોડી થાય છે .