અમદાવાદ
ચાર રાજ્યોમાં ભવ્યાતિભવ્ય જીત બાદ હવે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કાર્યકરો અને આગેવાનોમાં જોશની વેક્સિન આપવા માટે ગુજરાત આવી ગુજરાતના ઇતિહાસમાં કદી ન થયો હોય તે પ્રકારના હજારોની સંખ્યામાં રોડ શો થયો હતો.ગણી ન શકાય તેટલી બસો સહિતના વાહનો માટે કાબિલે દાદ બંદોબસ્ત વ્યવસ્થા માટે અમદાવાદ અને ગાંધીનગર પોલીસ જે અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવણી થઈ તેની નોંધ ગૃહમંત્રાલય સુધી મર્યાદિત રહેવાને બદલે દિલ્હી સુધી લેવામાં આવી તે પાછળ અમદાવાદ ગાંધીનગર પોલીસનુ સંકલન સાથે સબળ નેતૃત્વ કારણભૂત હોવાનું સૂત્રો જણાવે છે.વડાપ્રધાનના રોડ શો માટે મોટી સંખ્યામાં બસો સહિત વાહનો સાથે , ભીડનો લાભ ઉઠાવી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જેમને વિશેષ જવાબદારી સુપ્રત થયેલ તેવા ઍડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી , જોઇન્ટ સીપી ટ્રાફિક મયંકસિંહ ચાવડા , ડીસીપી ભગીરથ ગઢવી , સહિત , ૨૪ ડીસીપી , ૪ આઇજી , ૩૮ ઍસીપી , ૧૨૪ પીઆઇ , ૪૩૦ પીઍસઆઈ અને ૫૫૫૦ પોલીસ દળ અને ખાસ બોલાવાયેલી રેપિડ ઍક્શન ફોર્સનું માર્ચ પાસ્ટ , જોઇન્ટ સીપી અજય કુમાર ચોધરી સહિત અમદાવાદ શહેરના પોલીસ સ્ટાફના સંકલનની ભૂમિકા હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ ટીમની બાજ નજર જેટલી ઉપયોગી નીવડી તેટલીજ સરહદ અને દરિયાઇ વિસ્તારો અને જમીન પર જે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવી શકાય તેમાં સતત ઍલર્ટ ઍવા ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત ટીમની ભૂમિકા પણ ખૂબ અસરકાર રહી. આશિષ ભાટિયા , અભયસિંહ ચુડાસમા અને આર વી.અસારી દ્વારા અમદાવાદ બોબ ધડાકા સમયે સાથે ગુનેગારોને શોધી ફાંસીના માંચડા સુધી જે સંકલન થયેલ ઍ ત્રિપૂટી સંકલન ફરી ઍક વખત મદદરૂપ બન્યું .વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત કાર્યક્રમ ખૂબ અનોખો બનવાનો છે તેવું નરેન્દ્રભાઇ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા તે સમયથી સતત પીઍમના સ્વભાવ અને તરવરાટથી જે તે સમયે આઇબી મા ઍસપી રહેલ સંજય શ્રીવાસ્તવ, ખૂબ મહત્વના ઓપરેશન પાર પાડવાને કારણે વડાપ્રધાન જેમને વ્યક્તિગત ઓળખે છે તેવા અભયસિંહ ચુડાસમા દ્વારા પીઍમ દ્વારા ઓચિંતા રોડ શોની જાહેરાત કરવા સાથે ઉકત બન્ને ઓફીસરો દ્વારા ગાંધીનગર ઍસપી મયુર ચાવડા, તથા રાજેન્દ્ર અસારી સાથે મળી ખાસ રણનીતિ ઘડેલ, આમ અમદાવાદ,ગાંધીનગર પોલીસના સહિયારા પ્રયાસો અને અનુભવી નેતૃત્વ તથા ખૂબ ઍક્ટિવ અને અનુભવી ટીમને કારણે આખો ઐતિહાસિક કાર્યક્રમ પાર પડી ગયો હતો.