અમદાવાદ
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતા મયંક મકવાણા અને ધીરેન મકવાણા બંને યુવાનો યુક્રેનમાં મેડીકલ અભ્યાસ કરતા હતા.
સાંપ્રત સમયમાં યુક્રેનમાં ફસાઈ ગયા હતા આવા સમયે તેમના પરિવાર ખૂબ જ ચિંતિત હતા. તેવા સમયે ભાજપ ડિબેટ ટીમના સભ્ય લેખક ડો અમિત જ્યોતિકર જોડે સંપર્કમાં આવતા તેમણે મયંક મકવાણાના ઘરે જઈને હૈયાધારણા આપી તેમજ તે દિશામાં નક્કર કાર્ય કરવા પરિવારજનોની હાજરીમાં જ વિદેશ રાજ્ય મંત્રી મુરલીધર જોડે ટેલિફોનિક વાતચીત કરી ત્યારબાદ જરૂરી માહિતી વોટ્સઅપના માધ્યમથી વિદેશ રાજ્યમંત્રીને બને વિદ્યાર્થીની વિગત મોકલવામાં આવી અને માત્ર ૪૮ કલાકમાં જ બંને યુવાનો સ્વગૃહે પરત ફર્યા
આ વિષયમાં ડો. અમિત જ્યોતિકર જણાવે છે કે કેન્દ્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું સફળ નેતૃત્વ હોય તેમજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક નેતા તરીકે આદરણીય પ્રધાનમંત્રી પ્રસ્થાપિત થયા હોય તેના પરીણામ સ્વરૂપે યુક્રેનમાં ફસાયેલા પ્રત્યેક નાગરિક ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ઓપરેશન ગંગા અંતર્ગત તમામ ભારત કુશળ મંગળ ભારત ભરત આવવાના છે જ તેમાં કોઈ જ શંકા નથી. મેં તો માત્ર એક નાનો પ્રયત્ન કર્યો અને હર હંમેશની જેમ જ વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને યોગ્ય સહાય કરીને માત્ર 48 કલાકમાં જ બંને યુવાનોને પોતાના સ્વજન પાસે મોકલી આપ્યા તે માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિદેશ રાજ્યમંત્રી વી.મૂરલીધરણનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કોરોનાની પ્રથમ લહેરમાં પણ વંદે ભારત અભિયાન અંતર્ગત આવી જ સહાય કેન્દ્ર સરકાર તેમજ વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન દ્વારા કરવામાં આવી હતી.
વિદ્યાર્થી મયંક મકવાણાએ જણાવ્યું હતું કે ભારત પરત આવીને તે ખૂબ જ ખુશ છે એક કેવી મુશ્કેલીનો સામનો કરીને અમે ભારત પરત આવ્યા છીએ તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ રાજ્યમંત્રી મુરલીધર તેમજ ગુજરાત સરકારના અને ડૉ.અમિત જ્યોતિકારના અમે આભારી છીએ.
વિદ્યાર્થીના વાલીએ અંતઃકરણપૂર્વક કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો આભાર માન્યો હતો તેમજ ડો. અમિત જ્યોતિકર જેવોના પ્રયાસથી સાચી દિશામાં પ્રયત્ન કરવાથી અમારા સંતાન અમારી પાસે પહોંચી શક્યા તે માટે તેમના ઋણી છીએ.
તેમજ બીજા વિદ્યાર્થીઓ પણ જેમ બને તેમ જલ્દી વતન પરત ફરે તેવી પ્રભુને પ્રાર્થના પણ કરી હતી.