કોમનમેનની છાપ ધરાવતા અને નાના મકાનમાં રહેતા તથા પોતાની માલિકીની ગાડી પણ નથી,
કેબિનેટ મંત્રી અર્જુનસિંહની પ્રતિષ્ઠા ખરડાવવા પેંતરો હોવાની ભારે ચર્ચા, ચૂંટણી ટાણે જ કારકિર્દી ખરડાવવા બદનામ કરવાનું ષડયંત્ર હોવાની ચર્ચા
ગુજરાતના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જેઓને લોટરી નસીબની લાગતા કેબિનેટ મંત્રી બન્યા છે, હંમેશા સરળ અને શાંત સ્વભાવના આ મંત્રીના મત વિસ્તારમાં તેમની મોટી નામના છે, ત્યારે તેમના પર થયેલા આક્ષેપો થી મત વિસ્તારમાં અનેક મહિલાઓ થી લઈને ભાજપ, તથા અન્ય પક્ષના કાર્યકરોએ પણ તેમના વિશે સ્વચ્છ પ્રતીભા ધરાવતી તેમની છાપ ને બળ પૂરું, પાડ્યું હતું. હિન્દુ ધર્મની જાગૃતિ માટે હંમેશા લડતા, વિધર્મીઓ દ્વારા ફોસલાવી ને લગ્ન કરી લેતી અનેક દીકરીઓને પાછી લાવવા બહુ મોટું આંદોલન ચલાવ્યું હતું. ત્યારે કેબિનેટ મંત્રી ઉપર શારીરિક શોષણનો જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમાં અમારા સંવાદદાતાએ અનેક વેપારી, મત વિસ્તારના રહેવાસી, ભાજપના કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો થી લઈને ભાજપની મહિલા કાર્યકરો ને આ સંદર્ભે પુચછા કરતાં અર્જુન સિંહ ચૌહાણ ની કારકિર્દીને ઝાંખપ લાગવાનો આક્ષેપ હોવાનું તથા એક સારી છબી ધરાવતા વ્યક્તિત્વ તરીકેની છાપ હોવાનું પણ લોકોએ જણાવ્યું છે.
અરજદાર દ્વારા જે ફરિયાદ કરી છે, તેમા તથ્ય કેટલું છે ,તે તપાસનો વિષય છે, પણ ફરિયાદમાં કેટલું તથ્ય છે ,તે તપાસમાં ખબર પડે ,પણ ફરિયાદ કરનાર મહિલા નથી, તેમનો પતિ છે, મહિલા ક્યાં છે, તે પતિને સરનામાની હાલ ખબર નથી, પોતાના લેખિત માં આપેલ સ્ટેટમેન્ટ માં જણાવે છે કે મારી પત્ની નરોડામાં રહે છે, અને હવે મુંબઈ પાસેના એટલે કે મહારાષ્ટ્રના ગામમાં છે, ત્યારે આ બધું ચૂંટણી ટાણે જ કેમ ? તે પ્રશ્ન તમામ લોકો જે મંત્રીના મતવિસ્તારના છે, તે લોકો પૂછી રહ્યા છે, ફરિયાદમાં જે જણાવેલ છે, તેમાં મંત્રી પોતે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ હતા, ત્યારે તેઓએ શોષણ કર્યું હતું . ત્યારબાદ ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા પછી ચૂંટણી ટાણે ફટાકડો ફોડવાનું કારણ શું ? ત્યારે મતવિસ્તારના અનેક લોકોએ જણાવેલ કે, તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવીને તેમને રાજકારણમાંથી આગળ જવા રોકવા માટે એક ષડયંત્રનો ભાગ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પતિ દ્વારા કરેલી ફરિયાદમાં કેટલુ તથ્ય છે, તેના કરતાં પત્ની ક્યાં હાલ છે, તે માહિતી પતિ પાસે નથી, અને જે ખરેખર ફરિયાદીએ જે આક્ષેપો ગંભીર કર્યા છે, તે મહત્વનું પાસુ ફરિયાદીની પત્ની છે, પોલીસે ખરેખર માં સંદર્ભે ગંભીરતાથી તપાસ કરવી જાેઈએ, કારણ કે ફરિયાદી ની પત્ની ગુજરાતી હોવા છતાં મહારાષ્ટ્રના પૂના ના ગામમાં રહેવા ગઈ છે, તેવું જણાવેલ, પણ ક્યાં છે તે ખબર નથી, ત્યારે કોમનમેન અને પ્રજાના સેવક તરીકે ની સ્વચ્છ પ્રતિભા ધરાવતા મંત્રી સામે થયેલા ગંભીર આક્ષેપ થી તેમને રાજકારણમાં બદનામ કરી ને વિરોધીઓ નો હાથ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે,