ગુજરાતના દરેક યુવાનોને રોજગારની ગેરંટી : દસ લાખ સરકારી નોકરીઓ આપીશું: અરવિંદ કેજરીવાલ

Spread the love

પેપર લીક સામે કડક કાયદો બનાવીશું: પારદર્શક રીતે ભરતી કરીશું: સરકારી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ખતમ કરશું : રોજગાર ન મળે ત્યાં સુધી સરકાર દર મહિને 3000 નું બેરોજગારી ભથ્થું આપશે : અરવિંદ કેજરીવાલ

વેરાવળ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત ગુજરાત મુલાકાત માટે આજે બપોરે 1:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ પાર્ટી ના અનેક પ્રદેશ નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ.

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ ના નારા લગાવીને વેરાવળ માં જનસભાને સંબોધતા કહ્યું કે, ગયા અઠવાડિયે ગુજરાતમાં લઠ્ઠાકાંડ ની એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. સભામાં હાજર દરેક વ્યક્તિ એ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન ધારણ કર્યું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂનો ધંધો કોણ કરે છે ? ગુજરાત માં દારુબંધીના નામે નકલી અને ઝેરી દારૂ વેચીને લોકો હજારો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે આ ધંધો છે કોનો? મારે ફક્ત એટલું જ કહેવું છે કે,જે લોકો તેમના બાળકોને સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય આપવા માંગે છે તે આમ આદમી પાર્ટી ને વોટ આપજો. અમે બધાને રોજગાર આપીશું, કોઈએ આત્મહત્યા કરવાની જરૂર નથી. એક 23 વર્ષ ના યુવાને બેરોજગારીના કારણે આપઘાત કરી લીધો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે હું આ જ મુદ્દે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપવા આવ્યો છું. ડિસેમ્બર માં ચૂંટણી છે, સૌને રોજગાર અપાવીશું,

કેજરીવાલે ગુજરાતના યુવાનો ને આશ્વાસન આપતા કહ્યું કે આજે હું રોજગાર ના મુદ્દે ગેરેંટી આપીશ. ગેરેંટી નો મતલબ છે કે અમે જનતા માટે જે કહીએ છીએ તે કરીએ છીએ. બાકી બીજી પાર્ટી આવે છે 15 લાખ રૂપિયા આપવાના વાયદા કરે છે, અને ચૂંટણી પછી પુછીયે તો કહે છે કે એ તો ચૂંટણી માટે જુમલો હતો.

તો આજે હું રોજગાર ઉપર 5 ગેરેંટીઓ આપવા માંગુ છું.

1) 5 વર્ષમાં પ્રત્યેક બેરોજગાર ને રોજગાર

2) બેરોજગારને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારીનું ભથ્થુ

3) સરકારી નોકરી માં આશરે 10 લાખ ભરતી

4) પેપર લીક વિરુદ્ધ કડક કાયદો (પારદર્શક અને સમયબદ્ધ સરકારી પરીક્ષાઓ)

5) સહકારી ક્ષેત્રની નોકરીઓ માં સૌને સમાન તક (લાગવક અને ભ્રષ્ટાચાર પર રોક)

દિલ્હીમાં અમે 12 લાખ યુવાનોને રોજગાર આપ્યો છે. દિલ્હી માં મેં મારા મંત્રીઓ સાથે બેસીને પ્રણ લીધો છે કે આવતા 5 વર્ષ માં 20 લાખ લોકોને રોજગાર આપશું. આજે સોમનાથ ની પાવન ધરતી પર હું એલાન કરું છું કે જો આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિ ને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાન ને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી નું ભથ્થુ આપીશું. 10 લાખ સરકારી નોકરી ની ભરતી જાહેર કરશું. ગુજરાતમાં પેપર લીક થી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે તેના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓ નું આયોજન કરશું. સહકારી ક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને સિફારિશ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવગ અને ભ્રષ્ટાચાર પર રોક લાગવા વાળા કાયદાઓ લાવીશું અને સહકારી ક્ષેત્રની નોકરીઓ માં સૌને સમાન તક મળે એવી વ્યવસ્થા ઉભી કરશું. વેતન વધી નથી રહ્યું, અને મોંઘવારી વધી રહી છે. એટલે અમે દિલ્હી અને પંજાબ માં વીજળી મફત કરી દીધી છે કે લોકો ને મોંઘવારી માં મદદ મળે. અને હવે તે ગેરેંટી અમે ગુજરાત માં પણ આપી છે કે, દરેક પરિવાર ને પ્રતિ માસ 300 યુનિટ વીજળી મફત આપીશું, પાવર કટ વગર 24 કલાક વીજળી આપીશું અને 31 ડિસેમ્બર પહેલા ના જેટલા પણ વીજ બિલ હશે તે બધા માફ કરી દઈશુ. બીજી પાર્ટી ના દરેક લોકો ની જેમ રેવડી સ્વિસ બેન્ક માં નથી વેચતો, હું તો સુખ સુવિધાઓ ને રૂપે જનતા માં મફત રેવડી વેચું છું. લોકો કહે છે કે, શિક્ષણ, વીજળી, પાણી, સ્વાસ્થ્ય જેવી સુખ સુવિધાઓ જો જનતા ને મફત માં આપીશું તો સરકાર ખોટ માં જતી રહેશે. પણ આજે સૌ જાણે છે કે ગુજરાત પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે, તો મફત સુવિધા આપ્યા વગર ગુજરાત પર આવું દેવું થયું ક્યાંથી? આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે જનતા ને મફત માં રેવડી વેચવાથી દેવું નથી થતું, ભ્રષ્ટાચાર કરવાથી દેવું થાય છે. મતલબ જેટલા પણ લોકો મફત ની રેવડી નો વિરોધ કરે છે તે બધાની નિયત માં ખોટ છે. સિંગાપૂર જઈને મને દિલ્હીનું મોડલ દુનિયા સમક્ષ રજૂ કરીને દેશનું નામ રોશન કરવાનો મોકો મળ્યો, પરંતુ તેઓએ મને જવા દીધો નહીં.મારું કહેવું છે કે દેશમાં એક જનમત સંગ્રહ કરાવવું જોઈએ. કે લોકોને મફત માં સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? મફત વીજળી મંત્રીઓને મળવી જોઈએ કે જનતા ને મળવી જોઈએ? બધી જ રેવડી જનતા માં જવી જોઈએ કે સ્વિસ બેન્ક માં જવી જોઈએ? સિંગાપુર ની સરકાર આખા વિશ્વના મોટા મોટા નેતાઓ ને આમંત્રિત કરીને મને દિલ્હી નું મોડલ રજૂ કરવા સિંગાપુર આવવા આમંત્રણ આપ્યું. જે દેશ માટે ખુબ જ ગર્વ ની વાત છે. ગુજરાતમાં બદલાવ લાવવા માટે આ વખતે બધા વોટ ઝાડુ ને જ મળવા જોઈએ તો જ ગુજરાત માં બદલાવ આવશે.

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આજે ગુજરાતના 50 લાખથી વધુ યુવાનો અરવિંદ કેજરીવાલ તરફ આશા સાથે જોઈ રહ્યા છે. ગુજરાતમાં એક તરફ થોડાક ઉદ્યોગપતિઓની સરકાર છે તો બીજી તરફ ગુજરાત ની સામાન્ય જનતાની સરકાર બનવા જઈ રહી છે. મેં સાંભળ્યું છે કે ભાજપના નેતાઓએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે જો આમ આદમી પાર્ટીને રોકવી હોય તો દરેક મત માટે કઈ પણ કરો પરંતુ આમ આદમી પાર્ટીને મત ન જવો જોઈએ અને જનતાને મફતમાં વીજળી મળવી જોઈએ નહીં. અહીં હાજર દરેક વ્યક્તિ એ નક્કી કરવું પડશે કે તે 100 લોકોને આમ આદમી પાર્ટીમાં જોડશે. જો આમ થશે તો ભાજપ અને કોંગ્રેસ બંને નું પત્તું સાફ થઈ જશે.વેરાવળમાં આયોજિત આ વિશાળ જનસભામાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, સાગર રબારી, કૈલાશ ગઢવી, પ્રવીણ રામ, રાજુ કરપડા, ધાર્મિક માથુકીયા, કરશનદાસ બાપુ ભાદરકા, નિમીષા ખુંટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com