ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(છછઁ) દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આજે બપોરે એક વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પત્રકાર પરિષદ કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલા ઉમેદવારો જાહેર થશે. આજે પહેલી યાદી જાહેર થઈ રહી છે.
અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે.ભેમાભાઈ ચૌધરી-દિયોદર વશરામ સાગઠિયા – રાજકોટ ગ્રામ્ય સાગર રબારી- બેચરાજી અર્જુન રાઠવા- છોટાઉદેપુર રામ ધડુક – કામરેજ( સુરત) શિવલાલ બારસિયા- રાજકોટ દક્ષિણ સુધીર વાઘાણી – ગારીયાધાર રાજેન્દ્ર સોલંકી – બારડોલી ઓમપ્રકાશ તિવારી – નરોડા જગમાલ વાળા- સોમનાથ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે વેરાવળમાં જનસભા સંબોધી હતી. આ ઉમેદવારો અંગે ગુજરાત પ્રદેશ સંગઠન અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ઝોનની શહેરી વિસ્તાર વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે.
વેરાવળમાં જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જાે છછઁની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાનને ૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપીશું. ૧૦ લાખ સરકારી નોકરીની ભરતી કરીશું. ગુજરાતમાં પેપરલીકથી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે એના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓનું આયોજન કરીશું.સહકારીક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને ભલામણ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવગ અને ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ લાગે એવા કાયદાઓ લાવીશું અને સહકારીક્ષેત્રની નોકરીઓમાં સૌને સમાન તક મળે એવી વ્યવસ્થા ઊભી કરીશું. બસ, હવે ફક્ત ૫ મહિના જ બાકી રહી ગયા છે ચૂંટણીમાં. મારી વિનંતિ છે કે મારા ગુજરાતનાં ભાઈ-બહેનો હવે કોઈ રોજગાર માટે આપઘાત ના કરતા, ખૂબ જ દુઃખ થાય છે.