GJ-18, સે-૨ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઇ

Spread the love


“હર ઘર” તિરંગા યાત્રામાં પ્રજાનો સારો પ્રતિસાદ અને લોકોમાં દેશપ્રેમને લઈને ખૂબ જ ઉત્સુકતા છે, આજે ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સેક્ટર- ૨ ખાતે એવા વોર્ડ નંબર -૯
ના ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાઈક રેલી સ્વરૂપે આયોજિત તિરંગા યાત્રામાં જાેડાયેલા હતા સમસ્ત નગરજનોને “હર ઘર તિરંગા ” અભિયાનમાં જાેડાઈને ૭૫ માં અમૃત પર્વની ઉત્સાહ ભેટ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ભાજપ મનપાના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુ પટેલ, સેક્ટર -૨ સ્વામિનારાયણ મંદિરના મહંત એવા પી.પી.સ્વામીજી નગરસેવકમાં શૈલાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *