અમદાવાદ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં જાહેરાત બાદ સરકાર દ્વારા જાહેરાતની શક્યતા
મોકા પર ચોક્કો કોનો ગણવો? AAP પાર્ટી કે ભાજપ?
ગાંધીનગર
ગુજરાતમાં કાચબાની ગતિએ ચાલતી અને ઘણી જ પાર્ટીઓએ અન્ડરસ્ટેડમેન્ટ કરેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં પ્રજાના મોઢે ચર્ચાઓ જે સાંભળતા આલ બીજા નંબરે દોડી રહી છે ત્યારે કેજરીવાલ એવા દિલ્હીના મુખ્યમંત્રીના આટા ફેરા પણ વધી ગયા છે, અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં ધામા નાખીને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા આદુ ખાઈને પાછળ પડી ગયા હોય તેવું પ્રજામાં રમુજ ચાલી રહ્યું છે.
ત્યારે કેજરીવાલ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં પોલીસના ગ્રેડ પે મુદ્દે મોકા ઉપર ચોક્કો મારી દેતા આજ ચોક્કો કોનો ગણાવો ? તે ચર્ચા પ્રજામાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત પોલીસના ગ્રેડ-પેના વધારાને લઈને સરકાર સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમોને જણાવ્યું કે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૪ ઓગસ્ટે તમામ પોલીસકર્મીઓને આનંદ થાય તેવી જાહેરાત કરશે. સંઘવીએ કહ્યું કે, ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રીએ અગાઉ બેઠક કરી હતી.સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ર્નિણય લેવાઇ ગયો હતો અને નાણાં વિભાગે આ માટે આવશ્યક એવી મંજૂરી પણ આપી દીધી છે.
સંઘવીએ આમ આદમી પાર્ટીમાંથી કોઇનું નામ લીધાં વિના શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવું થઇ રહ્યું છે. ગુજરાતમાં આવાં મુદ્દા પર ક્યારેય રાજનીતિ થઇ નથી. સુખદ સમાચાર તરફ કોઇ વિષય જઇ રહ્યો હોય, ત્યારે કેટલાંક લોકો પોતાની રાજકીય લાલચ માટે રોકવાનો પ્રયાસ કરે છે. અમે આ મુદ્દે કોઈ પણ પ્રકારની રાજનીતિ કરવા માગતા નથી.આ તરફ પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ વહેતાં થયાં હતાં જેમાં કહેવાયું હતું કે ગ્રેડ-પે મુદ્દે રાજનીતિ ન જાેઇએ અને કોઇનેે રાજનીતિ કરવા દેવી ન જાેઇએ. સરકાર આ મુદ્દે જાહેરાત કરવાની જ હતી અને જાણી જાેઇને પોલીસને ઉશ્કેરવાનું કામ થઇ રહ્યું છે. આ મામલે ષડયંત્ર ચાલી રહ્યું છે.
આવનારા દિવસોમાં પોલીસ ગ્રેડ-પે ની જાહેરાત બાદ શિક્ષકો, અંશઃકાલિન કર્મચારીઓ, પ્રોફેસર ,ડોક્ટરો, મધ્યાન ભોજનના, કર્મચારીઓ, ST નિગમ આ બધો રેલો સરકાર સામે આવે તેવી શક્યતા,
સરકાર દ્વારા પોલીસ ગ્રેડ-પે મુદ્દે ફાઈલ પુટઅપમાં હતી અને યોગ્ય સમયે જાહેરાત કરવાની તૈયારી હતી જ પણ કેજરીવાલે મોકા પર ચોક્કો મારતા ચર્ચાનો વિષય બની ગયો છે આવનારા દિવસોમાં અનેક માંગણીઓ સાથે મંડળો મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં,