
નો રીપીટ થિયરી, ૬૫ થી ઉપરની વયને ટિકિટ નહીં, અનેક મુદ્દા,
કેજરીવાલ ની ગુગલી બોલિંગ, મોકા પર ચોક્કો, કાચબાની ગતિએ ચાલતી આપ હવે જેટ વિમાનની સ્પીડ પકડી,
ભાજપને શંભુમેળો નડશે, કોંગ્રેસમાંથી આવેલા ને કમિટમેન્ટ ટિકિટનું હોય તો બીજા ક્યાં જશે ? ટિકિટ નો કકળાટ થાય તેવી શક્યતા,
ભાજપમાં ઘણા જેવા ઉમેદવારો છે, જે નામથી જીતે છે, સૌરાષ્ટ્રમાં ભાઈ તરીકે પ્રચલિત એવા આ ઉમેદવાર સામે ગમે તેવો નામ કે તુ ઉમેદવાર હોય તો જીતી ના શકે,
ગુજરાતમાં ભાજપ દ્વારા નવી ભરતી કરીને અનેક શુભ મેળો ગામનો ભેગો કરીને ભાજપને જ હવે તકલીફ થાય તો નવાઈ નહીં, ભાજપમાં વર્ષોથી છુટાતા અને હવે નવા નિશાળિયાઓને ટિકિટ આપવાનો રિપીટ થિયરી અપનાવી એ ભાજપ માટે ઘાતક નિવડે તો નવાઈ નહીં, સૌરાષ્ટ્રમાં આપનો ટેમ્પો જે જામી રહ્યો છે અને શહેરમાં જે વ્યાપ અને ગામડામાં તેજી થી આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે, તે જાેતા પ્રદેશ ઉચ્ચકક્ષાએ ર્નિણયો બદલવા પડે તો નવાઈ નહીં, ત્યારે મોટો પ્રશ્ન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ઉમેદવારોની ટિકિટ કપાઈ જાય પછીનું ટેન્શન ભાજપને છે, ત્યારે આપ પાર્ટી ને તો વકરો એટલે નફો, ભાજપ કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો અમે બેઠા જ છીએ, ત્યારે બેરોજગારોને રોજગારી ,વેપારીઓને જી.એસ.ટી રિફંડ વીજળી બિલ માફ આવી જેવી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કરી રહ્યા છે. ૧૫ દિવસમાં જ કેજરીવાલ ૫ વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા અને એમાંય બે વખત તો રાજકોટ આવ્યા હતા તેમજ સૌરાષ્ટ્રના ચૂંટણીના એપી સેન્ટર તરીકે ઓળખાતા રાજકોટમાં આવી જાહેરાત કરી રહ્યા છે. એને લઈ ભાજપને ભીંસ પડી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે, આથી ભાજપ ટિકિટની પોલિસીમાં વય મર્યાદા અને ‘નો રિપીટ’નાં નીતિ-નિયમો બનાવ્યા છે, એને જ નેવે મૂકે તો નવાઈ નહીં.
એક તરફ ખુદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં ફરી રહ્યા છે. ત્યારે તેના દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર થઈ રહ્યા છે. કેજરીવાલે ૧૫ દિવસમાં બે વખત રાજકોટ, એક વખત વેરાવળ, એક વખત ગીર સોમનાથ અને એક વખત જામનગરના પ્રવાસે આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસે ધાર્યા કરતાં આપના કાર્યક્રમમાં મેદની એકઠી થાય છે અને કેજરીવાલને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે. ત્યારે પાતળી બહુમતીથી સૌરાષ્ટ્રમાં જ્યાં ભાજપ જીત્યું હતું ત્યાં ભાજપે ફરી કમર કસવી પડશે એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આવી સીટો અંકે કરવા ભાજપે પોતાના નીતિ-નિયમો નેવે મૂકીને મજબૂત ઉમેદવારોને ટિકિટ આપવી જ પડશે એવું સૂત્રો કહી રહ્યાં છે.