ગુજરાતમાં વિકાસ ખૂબજ થયો છે, ત્યારે આ વિકાસ તથા કેન્દ્રીયગૃહમંત્રી અમીતશાહની દેન છે, ત્યારે ગીફ્ટ સીટી જેવા પ્રોજેક્ટ GJ-18 ખાતે અડીને આજુબાજુના ગામડાઓના ખેડૂતોના જમીનોના ભાવ આસમાને અડી રહ્યા છે, ત્યારે ગીફ્ટસીટી પાસે આવેલા લવારપુર ખાતે તળાવ આવેલ છે, ત્યાં દર શિયાળાની ઋતુમાં હજારો પક્ષીઓનો કલરવ સંભળાય છે, પણ તળાવ પાસે ગ્રામજનો દ્વારા જાહેરમાં કચરો ઠલવાતા આ તળાવ ઝેરી અને આવનારા દિવસોમાં પક્ષીઓ પણ પલાયન થઇ જાય તો નવાઇ નહીં, પૂર્વ સરપંચ હર્ષદ પટેલ દ્વારા આ તળાવ તથા ગામના વિકાસ માટે ખૂબજ મોટો ફાળો આપીે લવારપુરને ધબકતું બનાવ્યું છે, પોતે આ તળાવ ડેવલપમેન્ટ થાય લોકો જાેવા આવે તે માટે હરહંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે રોડ, રસ્તા પર ગંદકીથી વાહન-ચાલકો પણ પરેશાન થઇ ગયા છે, ત્યારે રક્ષાશક્તિ સર્કલથી લવારપુર જતા રોડ રસ્તા પણ તુટીને ચીથરે હાલ થઇ ગયા છે, ત્યારે ગીફ્ટસીટી ખાતે પીએમ આવ્યા ત્યારે ચકાચક રસ્તાઓ બની ગયા હતા, ત્યારે હવે પ્રજાપણ એવું ઇચ્છી રહી છે, કે પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી મહીને એકાદ આંટો આવે, એટલે તંત્રતો દોડતું રહે, ત્યારે હવે લવારપુરનો વિકાસ ક્યાંરે?