રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ૦ કરોડની ફાળવણી કરતા મુખ્યમંત્રી

Spread the love

ગાંધીનગર

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં રૂ. ૬૩૭.પ૦ કરોડ ફાળવાયા છે.મહાનગરપાલિકા વિસ્તારની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં લઇ ભૌતિક આંતરમાળખાકીય સુવિધા-રોડ-રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટલાઇટ સુવિધા માટે આ રકમનો ઉપયોગ કરાશે. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

નીચે મુજબની રકમ ફાળવી છે

શહેર               રૂ.કરોડમાં

અમદાવાદ           ૧૮.પ૩

સુરત                 ૧પ.૧ર

વડોદરા               પ.૬૭

રાજકોટ.              ૪.૪૮

ભાવનગર             ર. ૦૯

જામનગર              ૧ .૯૮

જૂનાગઢ.               ૧ .૦૪

ગાંધીનગર              ૧ .૦૭

રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૬૩૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. પ૪૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com