અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા કસ્ટમર સર્વિસ ઓરિએનટેશન માટે સ્ટાફ તાલીમ કાર્યક્રમ યોજાયો

Spread the love

 

આર્જવ શાહે તાલીમ કાર્યક્રમમાં હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ અને સ્ટાફ ને રોજીંદી કામગીરી સાથે જીવનલક્ષી હકારાત્મક અભિગમ કેળવવાં જરૂરી દિશા સુચન આપ્યું હતું

અમદાવાદ

અમદાવાદ જનમાર્ગ લી. ના બસ મુસાફરો સાથે રોજબરોજ સીધા સંપર્ક માં આવતા પાયારૂપ સ્ટાફ જેમાં ફીલ્ડ સ્ટાફ, ટીકીટીંગ સ્ટાફ, સીક્યોરીટી સ્ટાફ નો સમાવેશ થાય છે તેમના માટે મ્યુનિ. કમિશનરની પ્રેરણાથી તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી અને એમ.આઇ.સી.એ. ના સહકાર દ્વારા સેપ્ટ યુનિવર્સિટીએ આજ રોજ એ.એમ.ટી.એસ ટ્રેનીંગ સેન્ટર ખાતે બસ મુસાફરલક્ષી અભિગમ માટે સ્ટાફ તાલીમના ૬ કાર્યક્રમની શૃંખલામાં પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમ માં ડે.મ્યુનિ. કમિશનર ટ્રાન્સપોર્ટ મેનેજર( એ.એમ.ટી.એસ ) આર્જવ શાહે તાલીમ કાર્યક્રમમાં હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ અને સ્ટાફ ને રોજીંદી કામગીરી સાથે જીવનલક્ષી હકારાત્મક અભિગમ કેળવવાં જરૂરી દિશા સુચન આપ્યું હતું. જનરલ મેનેજર( અમદાવાદ જનમાર્ગ લી. )વિશાલ ખનામા એ આ કાર્યક્રમ ની આવનાર સમય માં “મોબીલીટી એક સેવા” ના પરીપેક્ષ માં બસ પરીવહન સેવાની અગત્યતા થી સ્ટાફને અવગત કરાવેલ હતા તેમજ ગ્રાહકલક્ષી અભિગમ કેળવવા સ્ટાફ ને ઉત્સાહિત કરેલ હતા. ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર( એ.એમ.ટી.એસ )શ્રી આર.એલ. પાંડે એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ દીપ-પ્રાગટય કરી સદર કાર્યક્રમ ની શરૂઆત કરાવી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુસાફરી કરનાર અમદાવાદ શહેરના નાગરિકો અને પ્રવાસે આવનાર યાત્રીઓ માટે અમદાવાદ જનમાર્ગ લી (બી.આર.ટી.એસ ) દ્વારા ઇલેકટ્રીક બસો (AC) ઉપલબ્ધ કરાવી સ્વચ્છ, આરામદાયક અને પ્રદુષણરહિત જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા કટિબધ્ધ છે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતવર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે. અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા શહેરીજનોને ૧૨ વર્ષથી જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવે છે. અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા મુસાફરો માટે સુરક્ષિત, સુવિધાપૂર્ણ, ઝડપી અને ટેકનોલોજી થી સુસજજ જાહેર પરિવહન Green Initiative સાથે પુરી પાડવાના પ્રયાસરૂપે ૨૦૦ ઓન રોડ ઇલેકટ્રીક બસો ( AC ) દ્વારા પ્રદુષણ રહિત તેમજ વ્યાજબી દર ની બસ વાહન વ્યવહાર ની સુવિધા પુરી પાડે છે. વધુમાં બસ ડેપો અને સ્ટોપ પર સોલાર પેનલ તેમજ લાસ્ટ માઇલ કનેકટીવીટી ના ઉદ્દેશ પુર્ણ કરવા E-rickshaw ( ઇ-રીકશા ) તેમજ Mybyk સાયકલ ની સુવિધા બસ સ્ટોપ પર ઉપલબ્ધ કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com