ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે GJ-18 ખાતે અવનવા કલાકારો, કસબીઓથી લઈને બુદ્ધિજીવી અને આઈડિયા બાજાેનું નગર છે. ત્યારે સમગ્ર ભારતમાં કલાશ્રી સંસ્થા દ્વારા જે ડંકો વગાડ્યો હતો તે ડંકો હવે દેશ વિદેશમાં સંભળાઈ રહ્યો છે. ત્યારે કલાશ્રીના સુપ્રીમો એવા ૭૮ વર્ષે રંજનબેન ભટ્ટ ડોલ મેકિંગ ક્ષેત્રે ૧૯૬૦ માં ડિપ્લોમા ડીગ્રી મેળવ્યા બાદ ૬૨ વર્ષથી કાર્યરત છે ત્યારે ત્રણ દાયકાથી ડોલ મેકિંગ આર્ટ પર સંશોધન, અને મોટી વસ્તુ બેરોજગાર મહિલાઓને રોજગાર અપાવવા રંજનબેન ભટ્ટ દ્વારા થયેલો ઉમદા પ્રયત્નથી અનેક મહિલાઓ રોજગારી તરફ વળી છે.
કલાસરી યાત્રામાં રંજનબેન પુત્ર હરિન ભટ્ટ પણ જાેડાયેલા છે. ત્યારે આ ડોલ્સ હવે લુપ્ત થવાના આરે છે, અને ભારતમાં ખૂબ જ આંગળીના વેઢે ગણી શકાય તેવા કલાકારો છે ૧ લાખથી પણ વધુ ડોલ્સની નિકાસ કરી છે ત્યારે તેમના આ કાર્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ CUK) અને યુનુસ્કો કલ્ચર એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે હવે આ કલાશ્રી સંસ્થા GJ-18 વિખ્યાત મહાત્મા મંદિરને ધ્યાનમાં લઈને ગાંધીબાપુ ના સ્કલ્પચર પર કાર્ય કરી ફરી એકવાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ, રેકોર્ડમાં આગલું સ્થાન સંકીત કરવા જઈ રહી છે ત્યારે આ કાર્યમાં ડોલ મેકિંગના પ્રશિક્ષણ શિબિરમાં ૨૦ થી વધુ બહેનો ને રોજગારી અપાવવામાં આવી છે.GJ-18 એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે કલાક્ષેત્રે ગૌરવ અપાવનાર સંસ્થા કલાશ્રીએ કલાને સિમાડાના કોઇ બંધન હોતા નથી એ ઉકિતને વધુ એકવાર સાર્થક કરી દેવાડી છે. યુકેમાં હેરો લેઇઝર સેન્ટર, બાયરન ભેલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો ખાતે વૈષ્ણવ સંધ્ ઓફ યુકે ધ્વારા ૨૦ થી ૨૬ ઓગષ્ટ ૨૦૨૨ દરમ્યાન યોજાયેલ શ્રી ૮૪ બેઠકજી મહોત્સવ ચરિત્રકથા પ્રસંગે ૨૫૦૦ સ્કવેર ફૂટના વિશાળ પ્રદર્શનમાં પ્રસ્તુતિ માટે શ્રીમતી રંજનબેનના માર્ગદર્શન હેઠળ સહયોગી બહેનો શ્રીમની ગૌરીબેન ઠાકર, શ્રીમતી ભાવિકા આચાર્ય, કલ્પના મહેતા સહિત વીસથી વધુ બહેનોએ માત્ર ૭૦ દિવસમાં ઝડપી પ્રોજેકટ હાથ ધરી ડોલ્સ તૈયાર કરવામાં આવી હતી. ફકત કાપડ, ૩ અને નેચરલ એલીટમેન્ટથી બનાવેલી તથા ૮૪ બેઠકજીમાં આવતા મહાપ્રભુજી, વૈષ્ણવાચાર્ય, રામ-સીતા, હનુમાનજી અને મહાદેવ સહિતના અનેક પાત્રોની આબેહુબ પ્રતિકૃતિઓ ૨૫૦૦ સ્કવેર ફીટના એરીયામાં ગીરીરાજ પર્વત, વૃક્ષો, ઝરણાં, મંદીરો તેમના ગાય સહિતના પ્રાણીઓની આકર્ષક ગોઠવર્ણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો હેતુ વિદેશમાં વસતા ભારતીયોની નવી પેઢીને ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક મૂલ્યોને એક અનોખા માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમ શ્રી હરિન ભટ્ટ વધુમાં જણાવ્યુ હતું.શ્રીમતી રંજનબેનને માર્ગદર્શન હેઠળ તેમના ક્રિએટિવ આસિસ્ટન્ટ્સ શ્રીમતી ગૌરીબેન ઠાકોર, શ્રીમતી ભાવિકાબેન આચાર્ય, કલ્પના મહેતા અને ૨૦થી વધુ બહેનોએ ૯૦ દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો કરી લંડન પોંહચાડયો હતો.